Liver Health: દારુથી જ નહીં આ 5 Food થી પણ લીવર થઈ શકે છે ડેમેજ, તમે તો નથી ખાતાને આ વસ્તુઓ વધારે ?

Liver Health: લીવરના સ્વાસ્થ્ય અંગે અન્ય એક ગેરમાન્યતા એવી પણ છે કે દારૂ પીતા હોય તેનું જ લીવર ખરાબ થાય. પરંતુ હકીકતમાં એવા કેટલાક ફૂડ પણ છે જેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી લીવર ડેમેજ થાય છે. 

Liver Health: દારુથી જ નહીં આ 5 Food થી પણ  લીવર થઈ શકે છે ડેમેજ, તમે તો નથી ખાતાને આ વસ્તુઓ વધારે ?

Liver Health: લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. લીવર શરીરની અંદર ઘણા મહત્વપૂર્ણ કાર્ય કરે છે. શરીરમાં ઉત્પન્ન થતા હાનિકારક પદાર્થોનો નાશ કરવો, ભોજનનું પાચન કરવું, રક્તને સાફ કરવા જેવા મહત્વના કાર્ય લીવર કરે છે. તેથી જ જરૂરી છે કે લીવરનું સ્વાસ્થ્ય પણ સારું રહે. જો લીવર ખરાબ થઈ જાય તો શરીરમાં અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. 

આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારશૈલીના કારણે લીવરની સમસ્યાઓ સામાન્ય થતી જાય છે. જોકે લીવરના સ્વાસ્થ્ય અંગે અન્ય એક ગેરમાન્યતા એવી પણ છે કે દારૂ પીતા હોય તેનું જ લીવર ખરાબ થાય. પરંતુ હકીકતમાં એવા કેટલાક ફૂડ પણ છે જેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી લીવર ડેમેજ થાય છે. આજે તમને એવા પાંચ ફૂડ વિશે જણાવીએ જેને ખાવાથી બચવું જોઈએ જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો લીવરને ભયંકર નુકસાન થાય છે. 

વધારે મીઠા વાળું ભોજન

વધારે મીઠા વાળું ભોજન લીવર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મીઠું શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે પરંતુ જો વધારે પ્રમાણમાં શરીરમાં મીઠું જાય તો તે લીવરને નુકસાન કરવા લાગે છે. તેનાથી લીવરમાં સોજો પણ આવી જાય છે અને લીવરના કાર્યોમાં બાધા ઉત્પન્ન થાય છે. 

પ્રોસેસ્ડ ફુડ

પ્રોસેસ્ડ ફૂડમાં પણ વધારે પ્રમાણમાં મીઠું, ફેટ અને ખાંડનો ઉપયોગ થયો હોય છે. આ પ્રકારના ભોજન લીવરને નુકસાન કરી શકે છે. પ્રોસેસ્ડ ફુડમાં ટ્રાન્સફેટ અને સેક્યુરેટેડ ફેટ પણ વધારે હોય છે જે લીવરને નુકસાન કરે છે.

રેડ મીટ

રેડ મીટમાં સેચ્યુરેટેડ ફેટ ખૂબ જ વધારે હોય છે જે લીવરમાં સોજો લાવી શકે છે. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ પણ ઝડપથી વધે છે. બેડ કોલેસ્ટ્રોલ પણ નુકસાન કરી શકે છે. રેડ મીટમાં હેમ આયરન વધારે હોય છે. આ તત્વ લીવરમાં સોજો લાવે છે અને લીવર ફેલ થવાનું જોખમ પણ વધારે છે.

ફેટી ફૂડ

ફેટી ફૂડમાં ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે જે લીવર માટે નુકસાનકારક છે. ટ્રાન્સફેટ શરીરમાં સોજો લાવે છે અને સેક્યુરેટેડ ફેટ બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે આ બંને સ્થિતિ લીવર માટે નુકસાનકારક છે. 

સુગર રીચ ડ્રીંક

સુગર ડ્રીંક વધારે પ્રમાણમાં લેવાથી લીવરમાં સોજો આવી શકે છે. સુગરને પચાવવા માટે લીવરને વધારે કામ કરવું પડે છે જો વારંવાર આ પ્રકારના પીણા પીવામાં આવે તો લીવરને ધીરે ધીરે નુકસાન થવા લાગે છે. આવા ડ્રિંકમાં કેલરી પણ વધારે હોય છે જે વજન વધવાનું પણ કારણ બને છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news