મસાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો ઉપાય, તકલીફ થશે દૂર

આપણી ખીણી-પીણીની ખોટી ટેવો અને સતત બેઠાળું જીવનશૈલીને કારણે મસાની તકલીફ થઈ શકે છે. આ એક સમાન્ય તકલીફ જે દરેકને થઈ શકે છે. જો આ સમસ્યા વધી જાય તો ક્યારેક ઓપરેશન કરાવવાની પણ નોબત આવી શકે છે. તેથી શું ધ્યાન રાખવું અને કઈ રીતે આ તકલીફ થશે દૂર એ જાણો આ આર્ટીકલમાં.

Updated By: Dec 31, 2020, 05:43 PM IST
મસાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો ઉપાય, તકલીફ થશે દૂર

 

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે બેઠાળું જીવન જીવનારા વ્યક્તિઓમાં મસાના રોગનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે ઓપરેશન એ મસાનો સ્થાયી ઈલાજ છે પરંતુ, ઓપરેશન પછી પણ મસા ફરીથી થવાની સંભાવનાં તો રહે જ છે. તેથી અમે આપના માટે લઈને આવ્યાં છીએ આ સમસ્યાનું સરળ સમાધાન. કેટલાંક દેશી અને ઘરગથ્થુ ઈલાજથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. 
Bye Bye 2020: નવા વર્ષથી થશે 10 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા જનજીવન પર પડશે

મસા શું છે?
મસા સામાન્ય રીતે ત્વચા પર કોઈપણ જગ્યાએ થઈ શકે છે પરંતુ, જે ગુદાનાં છિદ્ર પર કે નળીમાં થાય છે તેને જ મસા કહેવાની પરંપરા છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવનાં દાણા જેટલા નાના હોય છે. તો કોઈ બદામ જેટલા મોટા. કોઈ ગોળ હોય છે. તો કોઈ લાંબા. મસાનાં ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે. જેથી મસાનાં રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે તથા દુઃખાવો થાય છે.

આહારમાં ચટપટા, તળેલા પદાર્થો અતિ માત્રામાં લેવાથી, કબજીયાતનાં કારણે તથા શૌચ સમયે અધિક જોર લગાવવાથી મળમાર્ગની અંદરની દિવાલમાં સોજો ઉત્પન્ન થાય છે. લાંબો સમય આ પ્રક્રિયા ચાલુ રહે તો, સ્થાનીય રક્ત શિરાઓમાં અધિક રક્ત સંચિત થાય છે અને શિરાઓ ફૂલવા લાગે છે. વારંવાર જોર કરવાથી આ શિરાઓ પર અધિક દબાણ આવે છે. જેથી ઘણી વખત તે ફાટે છે અને રક્ત મળમાર્ગથી બહાર આવવા લાગે છે. કેટલાક લોકો મસ્સાને પોતાના હાથથી જ કાપી નાખે છે અથવા ફોડે છે. પરંતુ આ કરવું શરીર માટે હાનિકારક થઇ શકે છે. કારણ કે તેમાં હાજર વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાય શકે છે. આ સિવાય આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમા પણ પહોંચી શકે છે.

ડુંગળીથી મસ્સા થઇ શકે છે દુર
ડુંગળી શરીર માટે દરેક સ્વરૂપે ફાયદાકારક હોઇ શકે છે. કાચા કચુંબરથી લઈને તેનો રસ શરીર માટે પણ ફાયદાકારક છે. મસાને દૂર કરવા માટે ડુંગળી એ એક રામબાણ ઉપાય છે... શરીર પરના મસ્સાને દૂર કરવા માટે, સતત ૩૦ દિવસ સુધી ડુંગળીનો રસ મસા પર લગાવો. ડુંગળીનો રસથી વાયરસ નાશ થશે અને તે મૂળમાથી દુર થઈ શકે છે.

ઔષધિયોનો કરો ઉપયોગ
નાગકેસર, ડીકામારી અને રસવંતી આ ત્રણે ઔષધો સરખા ભાગે લાવી બારીક ખાંડીને ચૂર્ણ બનાવી લેવું. સવાર-સાંજ આ ચૂર્ણ અડધી અડધી ચમચીની માત્રામાં પાણી સાથે લેવું. કબજીયાત ન રહે તે માટે બે અંજીર અને દશ કાળી સૂકી દ્રાક્ષને પાણીમાં રોજ રાત્રે તેનું સેવન કરવું.

છાશ સર્વોતમ
મસાનો નાશ કરવામાં છાશ સર્વોત્તમ છે. અજમો, સિંધમલૂણ અને ચિત્રકમૂળનું સરખા ભાગે બનાવેલું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ બપોરે છાશમાં મેળવીને લેવું. આ ઉપચારથી મસામાં લાભ થાય છે અને નષ્ટ થયેલા મસા ફરી ઉત્પન્ન થતા નથી.

ઈસબગુલ
મસાનાં દર્દીઓ માટે ઈસબગુલ આશીર્વાદ સમાન છે. રોજ એકથી બે ચમચી ઈસબગુલ, સાકર અને ગાયનાં ઘી સાથે લેવાથી મસામાં ફાયદો થાય છે.