આ 5 લોકો માટે ઝેર સમાન છે 'ચા', શરીરમાં પ્રવેશતા જ ખરાબ થવા લાગે છે સ્થિતિ

Is It Safe To Drink Tea: થોડી માત્રામાં ચાના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. પરંતુ ચાથી સ્વાસ્થ્યને ફાયદા પણ મળે છે. પરંતુ જો દૂધવાળી ચાની વાત કરીએ તો કેટલીક સ્થિતિમાં તેનું સેવન ટાળવું જોઈએ.

આ 5 લોકો માટે ઝેર સમાન છે 'ચા', શરીરમાં પ્રવેશતા જ ખરાબ થવા લાગે છે સ્થિતિ

નવી દિલ્હીઃ ચા દુનિયાભરમાં સૌથી વધુ પીવાતા બ્રેવરેજમાં સામેલ છે. તેની લોકપ્રિયતા અને એક લાંબો ઈતિહાસ જોતા દર વર્ષે 21 મેએ આંતરરાષ્ટ્રીય ટી ડે (International Tea Day) પણ ઉજવવામાં આવે છે. આજના સમયમાં ચાનું મહત્વ દરેક ઘરમાં જોઈ શકાય છે. ચાના પણ ઘણા પ્રકાર છે, તેમાં દૂધવાળી ચાને ખુબ પસંદ કરવામાં આવે છે. 

પરંતુ શું તમે જાણો છો કે દૂધ મિક્સ થતાં ચા ટોક્સિક બની જાય છે. ખાસ કરીને આ 5 સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીનો સામનો કરનાર લોકો માટે દૂધવાળી ચા ઝેરના ઘૂંટ બરાબર હોય છે. અહીં તમે એવી સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણો જેમાં ચાનું સેવન ખરતનાક બની શકે છે.

આયરનની કમી
જો તમારા શરીરમાં આરયનની કમી છે તો દૂધવાળી ચાનું સેવન ખુબ ઓછું કરો અથવા ન કરો. એનસીબીઆઈ અનુસાર ચામાં ટેનિન નામનું યૌગિક હોય છે, જે બોડીને આયરન ઓબ્ઝર્વ કરવાથી રોકે છે.

ડિપ્રેશન કે સ્ટ્રેસ
પરંતુ ચા પીવાથી મન રિફ્રેશ થાય છે. પરંતુ જો તમે ડિપ્રેશન કે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યાં છો તો ચાનું સેવન ન કરો. ચા પીવાથી તેના લક્ષણ વધુ ગંભીર બની શકે છે. 

રાત્રે ઊંઘ ન આવવી
જો તમે રાત્રે સૂઈ શકતા નથી તો તેની પાછળનું સૌથી મોટું કારણ ચા હોઈ શકે છે. ખાસ કરી જો તમે તેનું સેવન સાંજના સમયે કરો છો. એનઆઈએચમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર કેફીન મેલાટોનિનનું ઉત્પાદન રોકી શકે છે, જેનાથી ઊંઘ પર અસર પડે છે. 

ખરાબ પાચનતંત્ર
દૂધવાળી ચા તમારા પાચનતંત્રને વધુ ખરાબ કરી શકે છે. તેમાં રહેલ કેફીન અને ફેટ સાથે મળી ગેસ, બ્લોટિંગ, એસિડ રિફલક્સનું કારણ બની શકે છે.

હાર્ટ ડિસીઝ
જો તમે હાર્ટના દર્દી છો તો દૂધવાળી ચાનું સેવન ન કરો. તે તમારી બીમારીને ટ્રિગર કરી શકે છે. પરંતુ ખાંડ વગરની ચા ઓછી માત્રામાં પીવી હાર્ટ માટે સેફ હોય છે. 

Disclaimer: પ્રિય પાઠકો, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર માત્ર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં  ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય અંગે કોઈપણ ટિપ્સ અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news