વધતી ઉંમર સાથે મન અને મગજને રાખવા માંગો છો એકદમ તંદુરસ્ત, તો આ ઓયલ કરશે મદદ

માછલીનું તેલ એક એવું સપ્લિમેન્ટ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે જરૂરી છે. ખાસ કરીને વધતી ઉંમરમાં. વધતી જતી ઉંમરની અસર આપણા હાડકાંથી લઈને મગજ પર દેખાવા લાગે છે અને જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો બીજી ઘણી બીમારીઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં ખોરાક સિવાય શરીરને દરેક રીતે ફિટ રાખવા માટે અલગ સપ્લિમેન્ટ્સની જરૂર છે, જેમાંથી એક છે માછલીનું તેલ. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે..

વધતી ઉંમર સાથે મન અને મગજને રાખવા માંગો છો એકદમ તંદુરસ્ત, તો આ ઓયલ કરશે મદદ

નવી દિલ્લીઃ માછલીનું તેલ એક એવું સપ્લિમેન્ટ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે જરૂરી છે. ખાસ કરીને વધતી ઉંમરમાં. વધતી જતી ઉંમરની અસર આપણા હાડકાંથી લઈને મગજ પર દેખાવા લાગે છે અને જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો બીજી ઘણી બીમારીઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં ખોરાક સિવાય શરીરને દરેક રીતે ફિટ રાખવા માટે અલગ સપ્લિમેન્ટ્સની જરૂર છે, જેમાંથી એક છે માછલીનું તેલ. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે..

1. હાડકાઓને બનાવે છે મજબૂતઃ
વધતી જતી ઉંમર સાથે હાડકાં ફ્રેક્ચર થવાનું પણ મોટું જોખમ રહે છે. કારણ કે, તે ઉંમરની સાથે નબળા પડી જાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તો આવી સ્થિતિમાં માછલીનું તેલ લેવાથી આ સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર રહે છે.

2. બ્રેનને રાખે છે હેલ્દીઃ
વધતી ઉંમરની અસરથી તમારા બ્રેન પર ન પડે તે માટે આજથી જ ફિશ ઓઈલ લેવાનું શરૂ કરો. હકીકતમાં, માછલીના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે તમારા મગજને સક્રિય અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

3. ઈમ્યૂનિટી વધારવામાં મદદરૂપઃ
જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે, તો ઘણા પ્રકારના ચેપી રોગો નથી થતાં. કોવિડ પછી લોકો રોગપ્રતિકારક શક્તિ વિશે વધુ જાગૃત બન્યા છે. તેથી તેને ફિટ રાખવા માટે માછલીનું તેલ લેવું ખૂબ જ મદદરૂપ થશે.

4. સ્કિનને રાખે છે સુંદરઃ
ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઘણું ધ્યાન રાખવું પડે છે. જેમાં સારો આહાર અને વ્યાયામ બે સૌથી મહત્વની બાબતો છે. અને ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ હોવાથી તેની કાળજીને અવગણી શકાય નહીં. તેથી રોજ લીલા શાકભાજી, ફળો, દૂધ, ઈંડા ખાવા જોઈએ. સાથે જ તેમાં માછલીનું તેલ પણ સામેલ કરો. તેના રોજીંદા સેવનથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર રહે છે. આ ઉપરાંત, માછલીનું તેલ વૃદ્ધત્વની અસરને ઘટાડવામાં પણ મદદરૂપ છે.

((નોંધઃ માછલીના તેલને આરોગ્યપ્રદ પૂરક માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં તે લેતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.))
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news