આ 4 Diabetes Friendly Food, ઝડપથી કંટ્રોલ કરે છે Blood Sugar
Diabetes Friendly Food: મોટાભાગના કેસમાં આ સમસ્યા ખરાબ લાઈફ સ્ટાઈલ અને હેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે થાય છે. ડાયાબિટીસની બીમારી અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપે છે. ડાયાબિટીસના કારણે કિડનીની સમસ્યા, હૃદયની સમસ્યા થઈ શકે છે.
Trending Photos
Diabetes Friendly Food: આજના સમયમાં ડાયાબિટીસ ખૂબ જ મોટી સમસ્યા બની ચૂક્યું છે. આ સમસ્યા જિનેટિક પણ હોઈ શકે છે. પરંતુ મોટાભાગના કેસમાં આ સમસ્યા ખરાબ લાઈફ સ્ટાઈલ અને હેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે થાય છે. ડાયાબિટીસની બીમારી અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપે છે. ડાયાબિટીસના કારણે કિડનીની સમસ્યા, હૃદયની સમસ્યા, હાઈ બીપી, સ્ટ્રોક વગેરે થઈ શકે છે. ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ બરાબર રીતે શરીર કરી શકતું નથી. તેથી હાઈ બ્લડ સુગર વાળા ખોરાક ખાવા ઉપર ડાયાબિટીસના દર્દીઓએ કંટ્રોલ રાખવો જોઈએ. પરંતુ ચાર એવી વસ્તુઓ પણ છે જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓએ કરવું જ જોઈએ.
આ પણ વાંચો:
બ્રોકલી
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ બ્રોકલી એક સુપર ફૂડ છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ઇમ્યુનિટી પણ સુધરે છે.
આખા અનાજ
રોજની ડાયટમાં હોલ ગ્રીન એટલે કે આખા અનાજનું સેવન કરવું પણ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓa જો પોતાના બ્લડ સુગર લેવલને મેન્ટેન રાખવા ઈચ્છે છે તો પોલીશ રાઇસને બદલે બ્રાઉન રાઈસ અને નોર્મલ ઘઉંના બદલે મલ્ટીગ્રેનમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ.
ઈંડા
જો તમે સવારે નાસ્તામાં એક ઈંડું પણ ખાવ છો તો શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને તેનાથી બ્લડમાં ગ્લુકોઝની માત્રા નિયંત્રિત રહે છે ઈંડામાં પ્રોટીન પણ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી હોય છે.
દાળ
દાળ એવી વસ્તુ છે જે આપણા ઘરમાં રોજ બનતી હોય છે. દાળને તમે ભાત કે રોટલી કોઈપણ સાથે ખાઈ શકો છો. પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે દાળ પ્રોટીન અને ફાઇબરનો રિચ સોર્સ છે તેનાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે