આ 4 વસ્તુઓ કેન્સરન સેલ્સને વધારવાનું કામ કરે છે, જાણો કેન્સરને રોકવાના પ્રયાસ
ઘણીવાર લોકોને કેન્સરના લક્ષણો વિશે જાણ નથી હોતી, જેના કારણે સમયસર કેન્સરની સારવાર નથી. જલ્દી સારવાર ન થવાના કારણે કેન્સરનું પ્રમાણ શરીરમાં વધી જાય છે.
Trending Photos
Cancer symptoms: છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં જણાવ્યાનુસાર, 2020થી 2025 વચ્ચે કેન્સરના દર્દીઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર 9માંથી 1 ભારતીય પર કેન્સર થવાનું જોખમ છે. કેન્સરના દર્દીઓની વધતી સંખ્યાને જોતા હેલ્થ એક્સપર્ટ્સ પણ ચિંતિત છે. આખરે કેન્સરનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? કેન્સરને રોકવા કેવા પગલા લઈ શકાય? ચાલો જાણીએ.
કેન્સર માટે જવાબદાર કારણો
કેન્સર વધવા પાછળ મુખ્યત્વે આ પાંચ કારણો જવાબદાર છે. જેમાં શામેલ છે
1 - વધતી ઉંમર
2 - જીવનશૈલીમાં બદલાવ
3 - વ્યાયામ ન કરવો
4 - પૌષ્ટિક આહારનું સેવન ન કરવાથી પણ કેન્સર થવાની સંભાવના છે
આ પણ વાંચો: ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!
જોવા મળતા વિવિધ કેન્સર પૈકી ફેફસાં અને મોઢાના કેન્સરની સંખ્યા વધારે છે. કેન્સરના લક્ષણો વિશે સંપૂર્ણ જાણકારી ન હોવાને કારણે ઘણી વખત લોકોને સમયસર સારવાર નથી મળતી. પરિણામે શરીરમાં કેન્સર ફેલાય છે. એટલા માટે લોકોને કેન્સર વિશે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.
રિપોર્ટ શું કહે છે
ICMR-નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR), બેંગલુરુ અનુસાર, 2025 સુધીમાં તમામ પ્રકારના કેન્સરના કેસોમાં 27.7 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 0-14 વર્ષની વયના બાળકોમાં મોટાભાગે લિમ્ફોઇડ લ્યુકેમિયા નામનાં રક્તસંબંધી કેન્સર થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વર્ષ 2025 સુધીમાં પુરુષો અને સ્ત્રીઓમાં ફેફસાનાં કેન્સરની સંભાવના 81,219 અને સ્તન કેન્સરની સંખ્યા 2,32,832 થવાની ધારણા છે. એટલા માટે કેન્સર વિશે જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી છે.
એક્સપર્ટ્સ શું કહે છે
જૈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ ડૉ. સુહાસ અગ્રે જણાવે છે કે કૅન્સર પાછળ કેટલાક કારણો છે, જે દેખાતાની સાથે જ તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
1- વૃદ્ધાવસ્થા
2- કૌટુંબિક ઇતિહાસ
3- જિનેટિક્સ
4- સ્થૂળતા
5- તમાકુનું સેવન
6- દારૂ
7- વાયરલ ચેપ જેમ કે માનવ પેપિલોમાવાયરસ (એચપીવી)
8- રસાયણો, પ્રદૂષણ, સૂર્યના યુવી કિરણો
9- ખરાબ આહાર
10-શારીરિક પ્રવૃત્તિ ન કરવી
11- કેટલાક હોર્મોન્સ અને બેક્ટેરિયા કેન્સરનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો: Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો: વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી
કેન્સરથી જીવન કેવી રીતે બચાવવું
ડો. અગ્રેએ વધુમાં જણાવ્યું કે કેન્સરથી બચવા માટે તમારે આ ટિપ્સ અપનાવવાની જરૂર છે:
1- તમાકુ અને દારૂનું સેવન ન કરવું જોઈએ
2- સંતુલિત આહાર લો
3- દરરોજ કસરત કરવી જોઈએ
4- સૂર્યના યુવી કિરણોથી પોતાને બચાવો
5- હેપેટાઈટિસ બી, માનવ પેપિલોમાવાયરસ (એચપીવી) માટે રસી મેળવો
6- નિયમિત તપાસ માટે જાઓ
7- પ્રદૂષણનું જોખમ ઘટાડવું
8- જો તમારા પરિવારમાં કોઈને કેન્સર થયું હોય તો નાની ઉંમરમાં જ તેની તપાસ કરાવો.
આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો: નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો: સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે