Adani-Hindenburg Case: અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી એક્સપર્ટ કમિટી, SEBI ને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ

Adani-Hindenburg Case:  અદાણી હિંડનબર્ગ  કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે.

Adani-Hindenburg Case: અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી એક્સપર્ટ કમિટી, SEBI ને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ

Adani-Hindenburg Case: અદાણી હિંડનબર્ગ  કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે SEBI આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. 

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સેબી હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિત બંને આરોપ પર પહેલેથી તપાસ કરી રહી છે . આથી આવામાં સેબીની તપાસ ચાલુ રહેશે. SEBI એ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. 

— ANI (@ANI) March 2, 2023

6 સભ્યોની ટીમ કરશે તપાસ
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કે પી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે. 

SC directs SEBI to ensure that all information is provided to the committee

— ANI (@ANI) March 2, 2023

શું છે મામલો
અમેરિકી ફર્મ હિંડનબર્ગે હાલમાં જ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરાફેરી અને એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોનું જબરદસ્ત ધોવાણ  થઈ ગયું. જો કે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. અરજીકર્તાઓએ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news