Breast Cancer થી બચવા મહિલાઓ આ 5 ખાદ્યપદાર્થો ખાવાનું ના ભૂલો, કુદરતી રીતે જ ઘટશે જોખમ
Foods To Reduce Breast Cancer Risk: દર વર્ષે 4 ફેબ્રુઆરીને 'વિશ્વ કેન્સર દિવસ તરીકે (World Cancer Day 2023) ઉજવવામાં આવે છે, જેનો હેતુ આ જીવલેણ રોગ વિશે જાગૃતિ લાવવાનો અને તેની સારવાર પર ભાર આપવાનો છે. સ્તન કેન્સર (Breast Cancer) પણ એક એવો રોગ છે, જેનો ભોગ સમગ્ર વિશ્વમાં મહિલાઓ બની રહી છે, તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી પડશે અને ધૂમ્રપાન બંધ કરવું પડશે.
Trending Photos
Foods To Reduce Breast Cancer Risk: દર વર્ષે 4 ફેબ્રુઆરીને 'વિશ્વ કેન્સર દિવસ તરીકે (World Cancer Day 2023) ઉજવવામાં આવે છે, જેનો હેતુ આ જીવલેણ રોગ વિશે જાગૃતિ લાવવાનો અને તેની સારવાર પર ભાર આપવાનો છે. સ્તન કેન્સર (Breast Cancer) પણ એક એવો રોગ છે, જેનો ભોગ સમગ્ર વિશ્વમાં મહિલાઓ બની રહી છે, તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી પડશે અને ધૂમ્રપાન બંધ કરવું પડશે. આ સિવાય જો તમે રોજિંદા ડાયટમાં કેટલાક ખાસ હેલ્ધી ફૂડ્સનો સમાવેશ કરો છો તો બ્રેસ્ટ કેન્સર ( Breast Cancer)નો ખતરો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીને હંમેશા હેલ્ધી ડાયટની યાદીમાં સામેલ કરવામાં આવે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જર્નલમાં પ્રકાશિત થયેલા 2012ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ સૌથી વધુ ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી ખાતી હતી તેમને સ્તન કેન્સરનું ( Breast Cancer)જોખમ ઓછું હતું.
કઠોળ
કઠોળમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર મળી આવે છે જે તેને ખૂબ જ હેલ્ધી ડાયટ બનાવે છે. આ માત્ર સ્તન કેન્સરને ( Breast Cancer)અટકાવી શકતું નથી, પરંતુ જે મહિલાઓ પહેલાથી જ આ રોગથી પીડિત છે તેમના વજન વ્યવસ્થાપનમાં પણ મદદ કરે છે.
ક્રુસિફેરસ શાકભાજી
સ્ત્રીઓએ ક્રુસિફેરસ (Cruciferous Vegetables) શાકભાજી ખાવી જોઈએ, જેમાં આઈસોથિયોસાઈનેટ (Isothiocyanate) અને ઈન્ડોલ્સ (Indoles)નામના ફાયટોકેમિકલ્સ (Phytochemicals)જોવા મળે છે.
ચરબીયુક્ત માછલી
ફેટી ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ, સેલેનિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે કેન્સર સામે રક્ષણ આપે છે. સ્ત્રીઓએ ખાસ કરીને સૅલ્મોન, સારડાઈન અને મેકરેલ જેવી માછલી ખાવી જોઈએ.
એલિયમ શાકભાજી
એલિયમ શાકભાજીમાં (Allium Vegetables) ઓર્ગેનોસલ્ફર કમ્પાઉન્ડ ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ સહિતના ઘણા પોષક તત્વો હોય છે જે સ્તન કેન્સરને વધતા અટકાવે છે. ડુંગળી અને લસણ જેવી શાકભાજી આ યાદીમાં સામેલ છે.
(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE24kalak આ ઉપાયોની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે