સતત હસતી વ્યક્તિ પણ હોઈ શકે છે ડિપ્રેશનનો શિકાર, કેટલું જોખમી છે સ્માઈલિંગ ડિપ્રેશન?

સ્માઈલિંગ ડિપ્રેશનનો અનુભવ કરતા લોકો બહારથી તો ખુશ દેખાય છે, પણ અંદરથી તેઓ હતાશાના પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતા હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, સ્માઈલિંગ ડિપ્રેશનના લક્ષણો સામાન્ય ડિપ્રેશનથી વિપરીત છે. 

સતત હસતી વ્યક્તિ પણ હોઈ શકે છે ડિપ્રેશનનો શિકાર, કેટલું જોખમી છે સ્માઈલિંગ ડિપ્રેશન?

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: ઘણા લોકોનો ચહેરો જોઈને જ આપણને ખબર પડી જાય છે કે તે વ્યક્તિ દુખી કે ઉદાસ છે, જો કે કેટલાક લોકો તેમનાં દુખ અને સમસ્યાઓને પોતાના ચહેરાના સ્મિતની પાછળ છુપાવી દે છે. આવા લોકો સ્માઈલિંગ ડિપ્રેશનનો શિકાર હોઈ શકે છે, જે એક પ્રકારનું ડિપ્રેશન છે, જેનાથી પીડિત વ્યક્તિ બહારથી તો ખુશ કે સંતુષ્ટ દેખાય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. તેનો સમાવેશ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઓર્ડર (DSM-5)માં નથી કરાયો, પણ સંભવિતપણે તેને અસામાન્ય વિશેષતાઓ સાથે મુખ્ય ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે જોવામાં આવે છે.

સ્માઈલિંગ ડિપ્રેશનના લક્ષણો
સ્માઈલિંગ ડિપ્રેશનનો અનુભવ કરતા લોકો બહારથી તો ખુશ દેખાય છે, પણ અંદરથી તેઓ હતાશાના પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતા હોય છે. ડિપ્રેશન દરેક વ્યક્તિને જુદી જુદી રીતે અસર કરે છે અને તેમાં ઘણા લક્ષણો હોઈ શકે છે. આ લક્ષણોમાં મુખ્ય છે લાંબા સમય સુધી ઉદાસ રહેવું, ભૂખ, વજન અને ઊંઘની પેટર્નમાં ફેરફાર, થાક અથવા સુસ્તીનો અનુભવ, નિરાશાની લાગણીનો અનુભવ, આત્મસન્માન અને આત્મવિશ્વાસનો અભાવ, જે બાબતોમાં પહેલા આનંદ આવતો હતો તે કરવામાં રસ ગુમાવી દેવો

સ્માઈલિંગ ડિપ્રેશનનાં કારણો
કોઈ બાબતમાં નિષ્ફળ જવું, સંબંધ તૂટવો અથવા લગ્નમાં સમસ્યાઓ, નાણાકીય સમસ્યા, સોશિયલ મીડિયાનું વ્યસન તેમજ નોકરી ગયા પછી પણ આ સમસ્યા થઈ શકે છે.

સ્મિત પાછળ કેમ છૂપાવાય છે સમસ્યાઓ? 
સ્માઈલિંગ ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ જાહેરમાં તમને ખુશ દેખાઈ શકે છે. તે સક્રિય હોઈ શકે છે, સ્વસ્થ કુટુંબ, સારી નોકરી, ખુશખુશાલ અને આશાવાદી દેખાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આ પ્રકારના ડિપ્રેશનનો સામનો કરી રહી છે, તો બની શકે છે કે તેને લાગતું હોય કે- ડિપ્રેશનના લક્ષણ દેખાડવા નબળાઈની નિશાની છે. તમારી સાચી લાગણીઓ વ્યક્ત કરવાનો અર્થ છે કોઈના પર બોજ નાખવો. ડિપ્રેશન બિલકુલ નથી, કોઈના વિશે ફરિયાદ કરવાની જરૂર નથી. આપણા વિના દુનિયા વધુ સારી હોઈ શકે છે. સ્માઈલિંગ ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિમાં આ તમામ માનસિક અવધારણાઓ હોઈ શકે છે.

આત્મહત્યા કરવાનું જોખમ
માનસિક રીતે હતાશ વ્યક્તિમાં ઉર્જાની કમી હોય છે અને તેના માટે સવારે પથારીમાંથી ઉઠવું  પણ મુશ્કેલ હોય છે, પણ સ્માઈલિંગ ડિપ્રેશનમાં ઊર્જાનું સ્તર પ્રભાવિત નથી થતું (જો વ્યક્તિ એકલી ન હોય તો). જેના કારણે આપઘાત કરવાનું જોખમ વધુ હોઈ શકે છે. ગંભીર ડિપ્રેશનથી પીડિત લોકો ક્યારેક આત્મહત્યાના વિચારો કરે છે, પણ ઘણા લોકો પાસે આ વિચારોને વાસ્તવિકતામાં ફેરવવાની ઉર્જા નથી હોતી. પણ સ્મિત સાથે ઉદાસીનતાનો સામનો કરતી વ્યક્તિ પાસે અનુસરણ કરવાની ઉર્જા હોય છે.

સ્માઈલિંગ ડિપ્રેશનની સારવાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, સ્માઈલિંગ ડિપ્રેશનના લક્ષણો સામાન્ય ડિપ્રેશનથી વિપરીત છે. જેના કારણે તેનું નિદાન કે ઓળખ કરવી મુશ્કેલ બને છે. ઘણા લોકોને તો એ ખબર પણ નથી હોતી કે તેઓ હતાશ છે અથવા મદદ લેવા નથી માગતા. જો તમને લાગતું હોય કે તમારી આસપાસ કોઈ ડિપ્રેશનથી પીડાય છે, તો બને તેટલી ઝડપથી તેને મદદ કરવાનો પ્રયાસ કરો. આ માટે તબીબો કે મનોચિકિત્સકોની સલાહ લેવી જરૂરી છે. દવાઓ અને થેરાપી વ્યક્તિને સ્માઈલિંગ ડિપ્રેશનથી બચાવી શકે છે. ડિપ્રેશનના લક્ષણોનો અનુભવ કરતી વ્યક્તિએ મદદ મેળવવા ખચકાટ ન રાખવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news