Big Breaking on Rahul Gandhi: રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા
ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના નિવેદન પર દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે, પરંતુ બે વર્ષની સજાને કારણે તેમની લોકસભાની સદસ્યતા આજે રદ્દ કરી દેવામાં આવી છે. લોકસભાની સદસ્યતા રદ્દ કરવાના નિર્ણયને રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
Trending Photos
Rahul Gandhi: રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા ખતમ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, ગઈ કાલે સુરતની કોર્ટે 4 વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાના એલાન બાદ આજે રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. મોદીની અટકને લઈને રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ગુરુવારે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. આ નિર્ણય બાદ આજે 24 જ કલાકમાં રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા એટલેકે, સંસદનું સભ્ય પદ પણ છીનવી લેવામાં આવ્યું છે. લોકસભાનું રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે.
Congress party's Rahul Gandhi disqualified as a Member of Lok Sabha from the date of his conviction in the criminal defamation case over his 'Modi surname' remark, March 23. pic.twitter.com/qmr9pRTtTh
— ANI (@ANI) March 24, 2023
राहुल गांधी जी की लोकसभा सदस्यता ख़त्म कर दी गई।
वह आपके और इस देश के लिए लगातार सड़क से संसद तक लड़ रहे हैं, लोकतंत्र को बचाने की हर सम्भव कोशिश कर रहे हैं।
हर षड्यंत्र के बावजूद वह यह लड़ाई हर क़ीमत पर जारी रखेंगे और इस मामले में न्यायसंगत कार्यवाही करेंगे।
लड़ाई जारी है✊️ pic.twitter.com/4cd9KfG3op
— Congress (@INCIndia) March 24, 2023
ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના નિવેદન પર દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે, પરંતુ બે વર્ષની સજાને કારણે તેમની લોકસભાની સદસ્યતા આજે રદ્દ કરી દેવામાં આવી છે.
They (BJP) tried all ways to disqualify him. They don't want to keep those who are speaking the truth but we will continue to speak the truth. We'll continue to demand JPC, If needed we'll go to jail to save democracy: Cong president on Rahul Gandhi's disqualification as MP pic.twitter.com/gEGySF4yIx
— ANI (@ANI) March 24, 2023
શું છે નિયમ?
વાસ્તવમાં, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય ગણાય છે.
- માનહાનિના કેસમાં ગઈકાલે સુરત કોર્ટે 2 વર્ષની ફટકારી હતી સજા
- 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી દેવાયું
- વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ : ખડગે
- કેરળના વાયનાડથી રાહુલ ગાંધી હતા સાંસદ
- લોકસભા સચિવે બહાર પાડ્યું નોટિફેકેશન
- એક સમયે ઈન્દિરા ગાંધી પાસેથી પણ છીનવી લેવાયું હતું સંસદનું સભ્યપદ
બદનક્ષીના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકાર્યાના એક દિવસ બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમની સંસદની સભ્યતાને રદ કરી દેવામાં આવી છે. સુરતની એક કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' પર ટિપ્પણી બદલ 2019માં તેમની સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાને 30 દિવસ માટે રોક લગાવી હતી. જેથી કોંગ્રેસના નેતાઓ તેના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે.
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ બેઠક બોલાવી છે. ખડગેએ પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, આ અમે આ મુદ્દે લડત આપીશું. અમારો પક્ષ જેલમાં જવા તૈયાર છે. જે રૂપિયા લઈને ભાગ્યા એના પર કોઈ કાર્યવાહી નહીં. જનતા માટે લડનારા લોકોના મોઢા બંધ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. લોકશાહીની હત્યા સમાન છે આ ઘટના. લોકસભાની સદસ્યતા રદ્દ કરવાના નિર્ણયને રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં પડકારશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યુંકે, રાહુલ ગાંધીએ દેશનો અવાજ છે. આ પ્રકારનો મનસ્વી નિર્ણય લઈને સરકાર દેશનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે