યુરિક એસિડના દર્દી સવારે આ સફેદ વસ્તુનું કરે સેવન, સાંધામાં જમા પ્યુરિન પેશાબ દ્વારા નીકળી જશે બહાર

Home Remedies For Uric Acid: યુરિક એસિડ વધવાથી સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા રહે છે. ઘણીવાર તો પગ જમીન પર રાખવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ તમે ડાયટ અને કેટલાક ઘરેલું ઉપાય દ્વારા વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. જાણો યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે ઘરેલું ઉપાય.

યુરિક એસિડના દર્દી સવારે આ સફેદ વસ્તુનું કરે સેવન, સાંધામાં જમા પ્યુરિન પેશાબ દ્વારા નીકળી જશે બહાર

હાઈ યુરિક એસિડની સમસ્યા લાઇફસ્ટાઇલના રોગ તરીકે લોકોમાં ઝડપથી વધી રહી છે. તેનું કારણ ખોટું ખાનપાન અને ખરાબ જીવનશૈલી માનવામાં આવે છે. વાસ્તવમાં, યુરિક એસિડ એક કચરો પદાર્થ છે જે દરેક વ્યક્તિના શરીરમાં હાજર હોય છે. પ્યુરિન નામના રસાયણના ભંગાણથી યુરિક એસિડ બને છે. ખરેખર, કિડની પેશાબ દ્વારા યુરિક એસિડને દૂર કરે છે. પરંતુ જ્યારે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અથવા યુરિક એસિડનું પ્રમાણ વધુ પડતું ઉત્પન્ન થવા લાગે છે, ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં જમા થવા લાગે છે. જેના કારણે દુખાવો, સાંધામાં સોજો અને ચાલવામાં તકલીફ થાય છે.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે ડાયટમાં ફેરફાર સાથે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. યુરિક એસિડ વધવા પર દરરોજ સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી ખુબ રાહત મળશે. લસણ ખાવાથી વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે. જાણો હાઈ યુરિક એસિડમાં લસણ કેટલું ફાયદાકારક છે અને તેનું સેવન કઈ રીતે કરશો?

Add Zee News as a Preferred Source

યુરિક એસિડમાં લસણના ફાયદા
હાઈ યુરિક એસિડના દર્દીઓ માટે લસણનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ ખાવાથી શરીરમાં યુરિક એસિડના સ્તરને ઘટાડી શકાય છે. લસણમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે અને યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લસણમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જેનાથી સોજા ઘટે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. દરરોજ લસણ ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. લસણ ખાવાથી બોડી ડિટોક્સ થાય છે અને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. લસણમાં એલિસિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે યુરિક એસિડને ઘટાડે છે. અર્થરાઇટિસ અને સંધિવાના દર્દીઓ માટે લસણ ફાયદાકારક છે. 

હાઈ યુરિક એસિડમાં કઈ રીતે લસણનું સેવન કરશો?
આમ તો લસણને તમે કોઈપણ રૂપે પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. પરંતુ યુરિક એસિડના દર્દીઓને સવારે ખાલી પેટ કાચુ લસણ ખાવાથી વધુ ફાયદો મળે છે. તમે લસણની બે કળી છોલો અને સવારે હુંફાળા પાણી સાથે ચાવીને ખાઈ લો. તમે ઈચ્છો તો ચા સાથે લસણ ખાઈ શકો છો. તમારે નિયમિત રૂપે કેટલાક દિવસ સુધી લસણનું સેવન કરવાનું છે. તેનાથી યુરિક એસિડ કંટ્રોલ થવા લાગશે. સાથે લસણ ખાવાથી બ્લડ પ્રેશર પણ કાબૂમાં રહેશે અને કોલેસ્ટ્રોલ પણ ઘટશે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news