Heat Stroke Treatment: લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

Heat Stroke Treatment: જો ધ્યાન રાખવા છતાં પણ લુ લાગી જાય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઝડપથી સ્વસ્થ થવા માટે કેટલીક વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે હીટ સ્ટ્રોકની સ્થિતીમાં ઘરે તુરંત શું કરવું જોઈએ. 

Heat Stroke Treatment: લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

Heat Stroke Treatment: ઉનાળામાં મીઠી કેરી અને ઠંડી વસ્તુઓ ખાવાની મજા પડી જાય છે. પરંતુ દિવસ દરમિયાન જો તકેદારી રાખવામાં ન આવે તો ગરમીના કારણે તબિયત બગડી પણ જાય છે. ઉનાળાના દિવસોમાં લુ લાગી જવાનું જોખમ સૌથી વધારે હોય છે. ગરમ તાપમાનના કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે અને હિટ સ્ટ્રોક આવવાનું જોખમ ઊભું થાય છે. લુ કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે. ખાસ તો જે લોકોને કામના કારણે બહાર રહેવાનું થતું હોય તેમના પર આ જોખમ વધારે હોય છે. 

જો ધ્યાન રાખવા છતાં પણ લુ લાગી જાય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઝડપથી સ્વસ્થ થવા માટે કેટલીક વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે હીટ સ્ટ્રોકની સ્થિતીમાં ઘરે તુરંત શું કરવું જોઈએ. 

સૌથી પહેલા કરો આ કામ

જો કોઈ વ્યક્તિને લુ લાગી જાય તો સૌથી પહેલા તે વ્યક્તિના શરીરને ઠંડા કપડાથી લુછવાનું રાખો. જેથી શરીરનું તાપમાન ઘટવા લાગે. ત્યાર પછી તે વ્યક્તિને નોર્મલ પાણી પીવડાવો. થોડીવાર પછી ટુવાલને ભીનો કરીને વ્યક્તિના માથા પર રાખી દો જેથી લુની અસર મગજ સુધી ન પહોંચે. થોડીવાર આરામ કર્યા પછી ઠંડા પાણીથી નહાવું. 

હીટ સ્ટ્રોક માટેના ઘરેલુ ઉપાય 

ડુંગળીનો રસ 

લુની અસર ઉતારવા માટે ડુંગળીનો રસ રામબાણ ઈલાજ છે. તેથી જ વડીલો ઉનાળાના દિવસોમાં કાચી ડુંગળી ખાવાની સલાહ આપે છે કારણ કે તેને ખાવાથી લુ લાગવાનું જોખમ ઘટી જાય છે. જે વ્યક્તિને લુ લાગી હોય તેના હાથ, પગના તળિયા અને કાનની પાછળ ડુંગળીનો રસ લગાડી દેવો જોઈએ. તેનાથી શરીરનું ટેમ્પરેચર કંટ્રોલમાં આવી જાય છે. 

વરિયાળીનું પાણી 

વરિયાળીનું પાણી શરીરને ઠંડક આપે છે. લુ લાગી હોય તો શરીરની ગરમીને દૂર કરવા માટે વરીયાળીનું પાણી દર્દીને પીવડાવવું જોઈએ. લુ લાગી હોય તો એક ગ્લાસ વરિયાળીનું પાણી થોડી થોડી કલાકે પીતા રહેવું. આ સિવાય વરીયાળીને માઉથ ફ્રેશનર તરીકે ખાઈ પણ શકાય છે. તેનાથી ડાયજેશન પણ સુધરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news