કર્ણાટકઃ દક્ષિણ કન્નડમાં માત્ર 10 મહિનાનું બાળક કોરોનાનું શિકાર, હાલત સ્થિર

કર્ણાટકમાં એક 10 મહિનાના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

કર્ણાટકઃ દક્ષિણ કન્નડમાં માત્ર 10 મહિનાનું બાળક કોરોનાનું શિકાર, હાલત સ્થિર

બેંગલુરૂઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક 10 મહિનાનું બાળક કોરોનાની ઝપેટમાં આવ્યાનો મામલો સામે આવ્યો છે. દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશનર સિંધુ બી રૂપેશે શુક્રવારે આ જાણકારી આપી છે. તેના એક દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરથી 8 મહિનાના બાળકમાં કોરોના પોઝિટિવ હોવાનો મામલો સામે આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે 10 મહિનાના આ બાળકને શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડી રહી હતી, આ કારણે તેને મેંગલુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની આગળની તપાસ બાદ તે કોરોનાથી સંક્રમિત હોવાની  માહિતી સામે આવી છે. 

બાળકની હાલત સ્થિર
ડીસી રૂપેશે જાણકારી આપી કે બાળકના નજીકના સંબંધીઓને પણ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. હાલ તે જાણકારી મેળવવામાં આવી રહી છે કે આ બાળક કઈ રીતે સંક્રમિત થયો. રૂપેશ પ્રમાણે, બાળકની હાલત સ્થિર છે અને  તે વાતની સાવધાની રાખવામાં આવી રહી છે કે કોરોનાનું સંક્રમણ આસપાસના વિસ્તારમાં ન ફેલાઇ. 

અત્યાર સુધી 17 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધી તેનું સંક્રમણ 724 લોકોમાં ફેલાયું છે. તેમાંથી 17 લોકોના મોત થયા છે અને 66 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. ગુરૂવારે 88 નવા કેસ સામે આવ્યા અને આ આંકડો 694 પર પહોંચ્યો હતો. ભારતમાં મહારાષ્ટ્ર અને કેરલમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news