મામૂલી ઘટાડા સાથે છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના 10,093 કેસ, એક્ટિવ કેસ 57 હજારથી વધુ

Corona Case In India: શનિવારે આ આંકડો 10,753 કેસ પર હતો જ્યારે શુક્રવારે 11,109 કેસ નોંધાયા હતા. છેલ્લા 2 દિવસની સરખામણીમાં રવિવારે ઓછા કેસ નોંધાયા હતા.

મામૂલી ઘટાડા સાથે છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના 10,093 કેસ, એક્ટિવ કેસ 57 હજારથી વધુ

Corona Case In India: 16 એપ્રિલ અને રવિવારે ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થોડો ઘટાડો નોંધાયો હતો. સરકારી આંકડા મુજબ 16 એપ્રિલ 2023 ના રોજ દેશમાં 10,093 નવા કેસ નોંધાયા હતા. શનિવારે આ આંકડો 10,753 કેસ પર હતો જ્યારે શુક્રવારે 11,109 કેસ નોંધાયા હતા. છેલ્લા 2 દિવસની સરખામણીમાં રવિવારે ઓછા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો:

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 57,542 નોંધાઈ હતી જે કુલ કેસના 0.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 6,248 દર્દીઓ સ્વસ્થ થયા હતા. એટલે કે રિકવરી રેટ હાલ 98.68 ટકા છે. જો કે રવિવારે કોરોનાથી 23 લોકોના મોત થયા હતા. તેના કારણે મૃત્યુ દર 1.19 ટકા થયો અને મૃત્યુઆંક વધીને 5,31,114 થયો છે.

છેલ્લા 24 કલાકમાં 807 રસીકરણ સાથે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં લગભગ 1,79,853 કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news