26/11 વરસી: રેલવે એનાઉંસરને આજે પણ ખૂંચે છે આતંકવાદી કસાબની તે સ્માઇલ

જેંડેએ કસાબ અને બીજા આતંકવાદીને ઉપનગરીય પ્લેટફોર્મની તરફ આવતા જોઇ અંદાજો લગાવી દીધો હતો કે આ એક આતંકવાદી હુમલો છે. તેમણે કહ્યું કે ''મારે મુસાફરોને આતંકવાદીઓને હુમલાને લઇને સર્તક કરવાના હતા.

26/11 વરસી: રેલવે એનાઉંસરને આજે પણ ખૂંચે છે આતંકવાદી કસાબની તે સ્માઇલ

મુંબઇ: મુંબઇ 26/11 હુમલાના 10 વર્ષ પુરા થયા બાદ પણ આજ સુધી આતંકવાદી અજમલ કસાબની કુટિલ સ્માઇલ વિષ્ણુ જેંડેના દિલમાં ખૂંચે છે. હુમલાની તે કાળી રાત્રે છત્રપતિ શિવાજી ટર્મિનસ પર હાજર રેલવે એનાઉંસરે પોતાની સુઝબૂઝથી ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. 

રેલવે એનાઉંસર વિષ્ણુ જેંડેએ તે ખૌફનાક રાતને યાદ કરતાં કહ્યું કે 'મને કસાબની તે કુટિલ હસી યાદ છે. રાઇફલ સાથે તે ઉપ-નગરિય પ્લેટફોર્મની તરફ આગળ વધી રહ્યો હતો.' જેંડેએ કહ્યું કે કસાબ હસતાં હસતાં અને લોકોને ગાળો ભાંડતા પોતાની રાઇફલમાંથી ગોળીઓ ચલાવી રહ્યો હતો. જેંડે હવે મધ્ય રેલવેમાં એક ગાર્ડ છે. તેમણે જણાવ્યું કે તે આતંકવાદી હુમલા અને જે બર્બરતાથી તે લોકોને મારી રહ્યો હતો તેને ભૂલાવી શકવો શક્ય નથી. 

જેંડેએ કસાબ અને બીજા આતંકવાદીને ઉપનગરીય પ્લેટફોર્મની તરફ આવતા જોઇ અંદાજો લગાવી દીધો હતો કે આ એક આતંકવાદી હુમલો છે. તેમણે કહ્યું કે ''મારે મુસાફરોને આતંકવાદીઓને હુમલાને લઇને સર્તક કરવાના હતા. મેં જાહેરાત કરીને લોકોને તાત્કાલિક સ્ટેશન ખાલી કરવા માટે કહ્યું.''

જેંડેએ કહ્યું કે મેં મુસાફરોને સૌથી પાછળ બનેલા પ્લેટફોર્મ નંબર એકથી બહાર નિકળવા માટે કહ્યું તેમને લાગ્યું કે તે સમયે તે સુરક્ષિત જગ્યા હશે. મુંબઇમાં 26/11 હુમલામાં 166 લોકો મોતને ભેટ્યા હતા અને 52 લોકોના જીવ રેલવે સ્ટેશન પર ગયા હતા. સ્ટેશન પર ગોળીબારીમાં લગભગ 108 લોકો ઘાયલ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news