જાણો J&K બેંકની 10 વાતો, જેને લઇ જમ્મુ-કાશ્મીરમાં ગરમાઇ રહ્યું છે રાજકારણ

પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ રાજ્યાલ સત્યપાલ મલિકને જે એન્ડ કે બેંકના જાહેર સાહસોની શ્રેણીમાં શામેલ કરવાના તેમના આ નિર્ણયને રદ કરવાનો આગ્રહ કર્યો છે.

જાણો J&K બેંકની 10 વાતો, જેને લઇ જમ્મુ-કાશ્મીરમાં ગરમાઇ રહ્યું છે રાજકારણ

નવી દિલ્હી: જે અન્ડ કે બેંક (જમ્મુ અને કાશ્મીર બેંક) માહિતીનો અધિકાર (આરટીઆઈ) કાયદો, ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી) અને રાજ્ય વિધાનસભાના ક્ષેત્રમાં લાવ્યા પછી પ્રાંતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ રાજ્યાલ સત્યપાલ મલિકને જે એન્ડ કે બેંકના જાહેર સાહસોની શ્રેણીમાં શામેલ કરવાના તેમના આ નિર્ણયને રદ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે જે એન્ડ કે બેંકને પીએસયૂની શ્રેણીમાં શામેલ કરવા રાજ્યની વિશિષ્ય હોદાને સમાપ્ત કરવાના કાવતરાનો એક ભાગ છે. મહેબુબાએ રાજ્ય પ્રશાસનિક પરિષદની બેઠકના નિર્ણયને અયોગ્ય કહ્યો છે.

ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે રાજ્યપાલના નિર્ણયનો સ્વાગત કર્યો છે. તેમણે કહ્યું કે સત્તાધારી પરિવારો તેમજ તેમના સંચાલકો દ્વારા જે અન્ડ કે બેંકનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એવા લોકોએ બેંકની સ્વતંત્રતાના ધજાગરા ઉડાવ્યા છે જોકે રિયાસતની સ્વતંત્રતાની માંગ કરી રહ્યાં છે. તેમણે રાજ્યપાલને એ એન્ડ કે બેંકનું ઓડિટ કરવા અને તેને પબ્લિક ડોમેનમાં લાવવાની અપીલ પણ કરી છે.

એક નજર જે એન્ડ કે બેંકના ઇતિહાસ અને રચના પર  
1. જમ્મુ-કાશ્મીર બેંકમાં રાજ્ય સરકારનો ભાગ છે. તેની મુખ્ય ઓફિસ શ્રીનગરમાં છે.
2. આ બેંકની સ્થાપના 1 ઓક્ટોબર 1938માં થઇ હતી. આ દેશની પહેલી બેંક છે જેમાં સરકારની ભાગીદારી છે.
3. જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહે જે એન્ડ કે બેંકની સ્થાપના રાજ્યની આર્થિક સ્થિતિને ઉજાગર કરવા માટે કરી હતી.
4. બેંકને 4 જુલાઇ, 1939થી બેકિંગ કામકાજ શરૂ કર્યું. 1976માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએએ તેને ‘એ’ શ્રેણીની બેંક જાહેર કરી હતી.
5. બેંકની સ્વતંત્રતાના સમયે ગંભીર આર્થિક સંકટનો સામનો કરવા પડ્યો હતો કેમકે તેની બે શાખાઓ મુઝફ્ફરાબાદ રાવલકોટ અને મીરપુર પાકિસ્તાનમાં જતી રહી હતી. ત્યારબાદ 1956માં કેપની એક્ટ અંતર્ગત બેંકને સરકારી કંપની નિર્ધારિત કરવામાં આવી હતી.
6. 2013માં જે એન્ડ કે બેંકે તેમની પ્લેટિનમ જ્યૂબિલી મનાવી હતી.
7. 1 એપ્રિલ 2013 બેંકે ભિઝનેસના 1 લાખ કરોડના આંકડાને પાર કર્યો હતો.
8. 15 મે 2013 બેંક જાહેર કરી જણાવ્યું કે તેમને 1000 કરોડનો નફો નાણાંકિય વર્ષ 2012-13માં થયો છે.
9. જમ્મુ એન્ડ કાશ્મીર બેંક સતત 6 મહિનાથી નાફામાં છે.
10. હાલના નાણાંકિય વર્ષના પહેલા છ મહિનામાં બેંકને 146 કરોડ રૂપિયાનો નોફો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news