આખરે રદ થઈ ગયા ત્રણ કૃષિ કાયદા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર
29 નવેમ્બરના સાંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ ત્રણ કૃષિ કાયદા હવે ઔપચારિક રીતથી રદ થઈ ગયા છે. આ પહેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસે 29 નવેમ્બરના સાંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.
સોમવારના લોકસભામાં કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજ્યસભામાંથી પણ પસાર કરાવવામાં આવ્યું છે. સંસદના સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા. બિલ રદ કરવા પર વિપક્ષનું કહેવું હતું કે, પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે સરકાર દ્વારા આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેમના નિવેદનમાં કહ્યું કે, સરકાર કૃષિ કાયદા વિશે ખેડૂતોને સમજાવવામાં સફળ થઈ શકી નહીં એટલા માટે પીએમએ કાયદા પાછા ખેંચી લેવાની ખાનદાની દર્શાવી.
4 ડિસેમ્બરે બેઠક
તો બીજી તરફ, બુધવારના સિંધુ બોર્ડર પર યોજાનાર ખેડૂતોના 40 સંગઠનોની બેઠક રદ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના કેટલાક સંગઠનોએ આ બેઠકથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યોછે. કહેવામાં આવી રહ્યું છે કે, સંયુક્ત કિસાન મોરચાની બેઠક 4 ડિસેમ્બરના યોજાશે, જેમાં આંદોલન પૂર્ણ કરવું કે નહીં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
MSP પર અટક્યા
કૃષિ કાયદાને રદ કર્યા બાદ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચવાને લઇને ખેડૂત સંગઠનોમાં ભારે મતભેદ સામે આવ્યો છે. ખેડૂતોની એક ટૂકડી આંદોલન પરત ખેંચવાના મૂડમાં છે, જ્યારે બીજી ટૂકડી સરકાર પાસે MSP પર ગેરેન્ટી આપવાની માંગ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે