Bihar: બક્સરમાં ગંગા નદીમાંથી કાઢવામાં આવ્યા 73 મૃતદેહ, દફનાવવાની કામગીરી ચાલી રહી છે

બિહાર સરકાર (Bihar Government) પ્રમાણે બક્સર જિલ્લામાં ગંગાનદીમાંથી અત્યાર સુધી 73 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના વાયરસ (Coronavirus) થી મૃત્યુ પામેલાના મૃતદેહ છે.

Bihar: બક્સરમાં ગંગા નદીમાંથી કાઢવામાં આવ્યા 73 મૃતદેહ, દફનાવવાની કામગીરી ચાલી રહી છે

પટનાઃ બિહારના હક્સરમાં ગંગા નદીમાંથી મૃતદેહ મળી આવવાનો સિલસિલો જારી છે. બિહાર સરકાર (Bihar Government) પ્રમાણે બક્સર જિલ્લામાં ગંગાનદીમાંથી અત્યાર સુધી 73 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના વાયરસ (Coronavirus) થી મૃત્યુ પામેલાના મૃતદેહ છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અંતિમ સંસ્કાર ન કરી આ મૃતદેહને નદીમાં નાખી દેવામાં આવ્યા. હવે ચૌસા ગામના મહાદેવ ઘાટ પર જેસીબીથી ખોડો ખોદી આ મૃતદેહને દફનાવવામાં આવી રહ્યાં છે. 

યૂપીથી તણાયને આવ્યા મૃતદેહ
બિહારના જલ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ બક્સર જિલ્લામાં ચૌસા ગામની પાસે મૃતદેહ ગંગા નદીમાંથી મળવાની ચર્ચા કરતા કહ્યુ કે 4-5 દિવસ જૂના મૃતદેહ છે, અને તે પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશથી તણાયને અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર  (Nitish Kumar)  ને આટલી મોટી સંખ્યામાં મૃતદેહ મળવા અને નદીમાં પ્રવાહિત કરવાથી તકલીફ પહોંચી છે કારણ કે તે ગંગા નદીની સ્વચ્છતા અને નિર્મળ પ્રવાહને લઈને હંમેશા ચિંતિત રહ્યા છે. 

રાનીઘાટ પર ગંગામાં ઝાલ લગાવવામાં આવી
મુખ્યમંત્રી નીતીશ કુમારે જિલ્લા પ્રશાસનને નદી કિનારે પેટ્રોલિંગ વધાવવાનું કહ્યુ છે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. ઝાએ ટ્વીટ કર્યુ, ઉત્તર પ્રદેશ અને બિહારના સરહદી રાનીઘાટ પર ગંગામાં જાળ લગાવવામાં આવી છે. અમે ઉત્તર પ્રદેશ તંત્રને સાવચેત રહેવાની સલાહ આપી છે. અમારૂ તંત્ર પણ ધ્યાન રાખી રહ્યું છે. આ વચ્ચે બક્સરના અનુમંડલ અધિકારી કેકે ઉપાધ્યાયે જણાવ્યુ કે, સરહદ પર લગાવવામાં આવેલી જાળ મંગળવારે બે અન્ય મૃતદેહ તણાતા આવ્યા છે, જેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરહદ પર કરવામાં આવી.

મૃતકોમાં બિહારના કોઈ નહીં
મહત્વનું છે કે બક્સર જિલ્લાના ચૌસા ગામમાં મોટી સંખ્યામાં મૃતદેહ ગંગા નદી કિનારે જોવા મળ્યા હતા. દાવો કરવામાં આવ્યો કે, આ મૃતદેહ કતે કોરોના પીડિતોના છે જેના પરિવારના સભ્યો દ્વારા ગરીબીને કારણે અને સંસાધનના અભાવમાં મૃતદેહ છોડી દેવામાં આવ્યા કે સરકારી કર્મીના તે ડરથી કે તેઓ કોરોના સંક્રમણની ઝપેટમાં ન આવે, નદીમાં મૃતદેહો ફેંકી ફરાર થઈ ગયા. ચૌસાના વિકાસ અધિકારી અશોક કુમારે મૃતકોમાંથી કોઈ બક્સર જિલ્લાના નિવાસી હોવાનો ઇનકાર કર્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news