પાવર કટની કટોકટી વધુ ઘેરી બની! રેલવેની ગતિ થંભી ગઈ; 753 ટ્રેનો રદ

કોલસાની કમીની અસર હવે ટ્રેનો પર જોવા મળી રહી છે. રેલ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે કોલસાની કમીને કારણે 753 ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે, જેથી કોલસાને પ્રાથમિકતા સાથે પહોંચાડી શકાય. 
 

પાવર કટની કટોકટી વધુ ઘેરી બની! રેલવેની ગતિ થંભી ગઈ; 753 ટ્રેનો રદ

નવી દિલ્હીઃ ભીષણ ગરમી વચ્ચે દેશમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે. કોલસાનું સંકટ એલું વિકરાળ બની ચુક્યુ છે કે ટ્રેન પરિચાલન પર પણ તેની ખરાબ અસર પડી રહી છે. કોલસા સંકટની સ્થિતિ એવી છે કે કેલવેએ કોલસાનીની કમીને કારણે 735 ટ્રેનો રદ્દ કરી દીધી છે. રેલવેએ ઓર્ડર જાહેર કરતા કહ્યું કે, દેશમાં પ્રાથમિક રીતે કોલસાની આપૂર્તિ કરવા માટે યાત્રી ટ્રેન રદ્દ કરવામાં આવી રહી છે. 

રેલવેએ જણાવ્યું કે સાઉથ-ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની 11 જોડી મિડિયમ એક્સપ્રેસ ટ્રેન અને 6 જોડી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તર રેલવેથી 2 જોડી મિડિયમ એક્સપ્રેસ ટ્રેન અને 2 જોડી પેસેન્જર ટ્રેનોને રદ કરવામાં આવી રહી છે. કુલ મળીને 13 જોડી એક્સપ્રેસ ટ્રેન અને 8 જોડી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવેએ આગળ કહ્યું કે, આ દરમિયાન સાઉથ-ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની મિડિયમ એક્સપ્રેસ ટ્રેનોના 343 અને પેસેન્જર ટ્રેનોના 370 ચક્કર રદ્દ થશે તો ઉત્તર રેલવેના 20 મીડિયમ એક્સપ્રેસ અને પેસેન્જરના 20 ચક્કર લાગશે નહીં. કુલ મળીને દેશમાં કોલસાની કમીને કારણે 753 ટ્રેન રદ્દ રહેશે. 

ઉલ્લેખનીય છે કે ભીષણ ગરમીને કારણે દેશના લગભગ દરેક રાજ્યમાં વીજળીની માંગ વધી ગઈ છે. બીજી તરફ કોલસાની કમીને કારણે વીજળી પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. વીજળીની કમીને કારણે દેશના ઘણા રાજ્યોમાં પાવર કટ મુકવામાં આવ્યો છે. વીજળીની અછતની સમસ્યાને લઈને શુક્રવારે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતું કે સરકારે બુલડોઝર રોકીને વીજળી પ્લાન્ટ ચલાવવા પર ધ્યાન લગાવવું જોઈએ. 

રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, બિન પ્રાથમિક ક્ષેત્રો અને ઓછા ભીડ વાળા રૂટની ટ્રેનોને રોકવામાં આવી છે, જેથી કોલસાની અવરજવરમાં તેજી લાવી શકાય. રેલવેએ તે પણ જણાવ્યું કે કુલ 533 ટ્રેનોને કોલસાની હેરફેર માટે લગાવવામાં આવી છે. રેલવેએ તે પણ કહ્યું કે, ટ્રેનોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે અને રેલવે સ્થિતિનું દરરોજ નિરીક્ષણ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news