Agniveer Scheme: ભારતીય સેનાએ બદલ્યા અગ્નિવીર ભરતી પ્રક્રિયાના નિયમો, હવે આ પરીક્ષા આપવી પડશે
સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે આ મામલે એક જાહેરનામું ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં જારી થવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભરતી માટેની પ્રથમ ઓનલાઈન પરીક્ષા એપ્રિલમાં દેશભરમાં લગભગ 200 જગ્યાઓ પર લેવામાં આવી શકે છે અને તેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
Trending Photos
Agniveer Scheme: ભારતીય સેનાએ 'અગ્નવીર' ભરતી પ્રક્રિયામાં ફેરફારોની જાહેરાત કરી છે, જે અંતર્ગત સેનામાં જોડાવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ હવે પહેલા ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન (CEE)માં હાજરી આપવી પડશે. આ પછી, ઉમેદવારોએ શારીરિક તંદુરસ્તી પરીક્ષણ અને તબીબી તપાસમાંથી પસાર થવું પડશે.
સેના દ્વારા વિવિધ અખબારોમાં કાર્યવાહીમાં ફેરફાર અંગે જાહેરાતો આપવામાં આવી છે. જો કે, સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે આ મામલે એક જાહેરનામું ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં જારી થવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભરતી માટેની પ્રથમ ઓનલાઈન પરીક્ષા એપ્રિલમાં દેશભરમાં લગભગ 200 જગ્યાઓ પર લેવામાં આવી શકે છે અને તેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ કારણે નિયમો બદલાયા છે
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફેરફારથી ભરતી રેલી દરમિયાન જોવા મળતી વિશાળ ભીડમાં ઘટાડો થશે અને ભરતીનું સંચાલન કરવું સરળ બનશે.
તેમણે કહ્યું, “અગ્નવીર ભરતી પ્રક્રિયા માટે, ઉમેદવારોએ સૌપ્રથમ શારીરિક તંદુરસ્તી કસોટીમાંથી પસાર થવું પડતું હતું, ત્યારબાદ તબીબી તપાસ અને CEE માટે હાજર રહેવું એ અંતિમ તબક્કો હતો. પરંતુ, હવે ઓનલાઈન પરીક્ષા પ્રથમ તબક્કો છે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં જ મહારાષ્ટ્રના નાસિક નજીક સ્થિત આર્ટિલરી ટ્રેનિંગ સેન્ટરમાં 2600 અગ્નિવીરોની પ્રથમ બેચની તાલીમ શરૂ થઈ ગઈ છે. આ અગ્નિવીરોને ભારતીય સેનામાં ગનર્સ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, રેડિયો ઓપરેટર અને ડ્રાઈવર તરીકે સેવા આપવાની તક મળશે.
આ અગ્નિવીરોની તાલીમ 31 અઠવાડિયાની હશે, જેમાં મૂળભૂત તાલીમ 10 અઠવાડિયા અને અદ્યતન તાલીમ 21 અઠવાડિયાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે