પોલીસે કરી પુષ્ટી, 8 રાજ્યો પર આતંકી હુમલાની ધમકીનો ફોન કોલ ખોટો

પાડોશી દેશ શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલાઓ બાદ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં કોસ્ટગાર્ડ, કોસ્ટલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ પહેલેથી જ અલર્ટ મોડ પર છે. 

પોલીસે કરી પુષ્ટી, 8 રાજ્યો પર આતંકી હુમલાની ધમકીનો ફોન કોલ ખોટો

નવી દિલ્હી: એક વ્યક્તિએ બેંગ્લુરુ પોલીસને ફોન કરીને દાવો કર્યો હતો કે તેની પાસે એવી સૂચના છે કે આતંકીઓ કર્ણાટક સહિત 8 રાજ્યોમાં આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.જો કે તપાસમાં સ્પષ્ટ થયું કે 65 વર્ષના એક ટ્રક ડ્રાઈવર અને પૂર્વ સૈનિકે આ ખોટો ફોન કોલ કર્યો હતો. આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વ્યક્તિના દાવા બાદ કર્ણાટક રાજ્યના ડીજીપી-આઈજીપીએ અન્ય સંબંધિત સાત રાજ્યોમાં પત્ર લખીને અલર્ટ રહેવાનું કહ્યું હતું. 

પાડોશી દેશ શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલાઓ બાદ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં કોસ્ટગાર્ડ, કોસ્ટલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ પહેલેથી જ અલર્ટ મોડ પર છે. એવી આશંકા છે કે શ્રીલંકાના વિસ્ફોટોમાં સામેલ કેટલાક આતંકીઓ સમુદ્ર રસ્તે ભારતમાં ઘૂસી શકે છે. આ બધા વચ્ચે એક ફોન કોલે પોલીસને હેરાન પરેશાન કરી દીધા હતાં. જો કે આ ફોનકોલ ખોટો નીકળ્યો અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. 

— ANI (@ANI) April 27, 2019

તામિલનાડુના રામનાથપુરમમાં 19 આતંકીઓની હાજરીનો દાવો
વાત જાણે એમ છે કે પોતાને ટ્રક ડ્રાઈવર ગણાવતા સ્વામી સુંદર મૂર્તિ નામના એક વ્યક્તિએ શુક્રવારે સાંજે સાડા 5 કલાકે બેંગ્લુરુ સિટી પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની પાસે એવી સૂચના છે કે તામિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પુડ્ડુચેરી, ગોવા અને મહારાષ્ટ્રના મોટા શહેરો આતંકીઓના નિશાના પર છે. વ્યક્તિએ દાવો કર્યો છે કે આતંકીઓ આ રાજ્યોમાં ટ્રેનોને ટારગેટ કરી શકે છે. તેણે એવો પણ દાવો કર્યો કે તામિલનાડુના રામનાથપુરમમાં 19 આતંકીઓ હાજર છે. આ ફોન કોલ બાદ કર્ણાટક પોલીસે તમામ સંબંધિત રાજ્યોની પોલીસને પત્ર લખીને જરૂરી પગલા લેવાની ભલામણ કરી છે. 

જુઓ LIVE TV

તામિલનાડુમાં જાણીતા પંબન સી બ્રિજને ઉડાવવાની ધમકી
આ બધા વચ્ચે એક વ્યક્તિએ ચેન્નાઈ પોલીસ ઓફિસને ફોન કરીને તામિલનાડુની ધાર્મિક નગરી રામેશ્વરમમાં મશહૂર પંબન સી બ્રિજને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ત્યારબાદ પોલીસે શુક્રવારે બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સની સાથે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોલીસે પંબન અને રામેશ્વરને જોડાતા રસ્તા અને રેલ બ્રિજોની પણ તપાસ કરી. રોડ બ્રિજ પર ચાલતા વાહનોની તપાસ પણ થઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા વિસ્ફોટોમાં 253 લોકોના મોત થયા છે અને 500 લોકો ઘાયલ થયા છે. શુક્રવારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓના દરોડા દરમિયાન પણ એક આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી દીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news