દિવસ ફરતા વાર ન લાગે...આ ગરીબ મજૂરનું રાતોરાત ચમકી ગયું ભાગ્ય, કરોડપતિ બની ગયો
મધ્યપ્રદેશનું પન્ના કિંમતી હીરા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ ધરતીમાંથી એકથી એક ચઢિયાતા અને કિંમતી હીરા મળી આવે છે.
Trending Photos
પન્ના: મધ્યપ્રદેશનું પન્ના કિંમતી હીરા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ ધરતીમાંથી એકથી એક ચઢિયાતા અને કિંમતી હીરા મળી આવે છે. અહીંની ઉથલી હીરા ખાણોમાંથી મળતા હીરા ખુબ કિંમતી હોય છે. આ ખાણો ક્યારેક કયા રંકને અમીર બનાવી દે તેનો અંદાજો પણ ન લગાવી શકાય. આવો જ એક હીરો એક ગરીબ મજૂરને હાથ લાગ્યો છે. પન્નાની કલ્યાણપુર હીરા ખાણમાંથી આ મજૂરને 18.13 કેરેટનો હીરો મળી આવ્યો છે. જેની કિંમત એક કરોડ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી રહી છે. જેવો આ હીરો મજૂરને મળ્યો કે તેણે પોતાના સાથીઓ સાથે હીરા કાર્યાલયમાં જઈને તેને જમા કરાવી દીધો.
મજૂર રાધેશ્યામ સોનીએ જણાવ્યું કે તે અને બીજા 7 જણ ખાણમાં કામ કરી રહ્યાં હતાં. આ બધા ગરીબ પરિવારોમાંથી આવે છે. પરંતુ આ એક હીરાએ તેમનું ભાગ્ય ચમકાવી દીધુ. આ જેમ ક્વોલિટીના હીરાની કિંમત એક કરોડ ગણાવવામાં આવી રહી છે. આ હીરાને હરાજીમાં રાખવામાં આવશે. વેચાયા બાદ હીરાની રકમ મજૂરોમાં વહેંચી દેવાશે.
થોડા દિવસ પહેલા મળેલો હીરો 2.55 કરોડમાં વેચાયો
મધ્ય પ્રદેશમાં હીરાની ખાણો માટે મશહૂર પન્ના જિલ્લાના બે ખાણીયા મજૂરો માટે શનિવારનો દિવસ ખુબ શુભ સાબિત થયો. મોતીલાલને થોડા મહિના પહેલા જ ખાણમાં ખોદકામ દરમિયાન ખુબ જ કિંમતી હીરો મળી આવ્યો હતો. જે 2.55 કરોડ રૂપિયામાં વેચાયો.
પન્ના જિલ્લાના હીરા અને ખનન અધિકારી સંતોષ સિંહે જણાવ્યું કે પન્નાના હીરા કાર્યાલય પ્રાંગણમાં ચાલી રહેલી જાહેર હરાજીના બીજા દિવસે ખુબ પ્રિક્ષીત પન્નાનો સૌથી મોટો બીજો હીરો હરાજી માટે રાખવામાં આવ્યો. આ હીરા માટે અનેક લોકોએ બોલી લગાવી પરંતુ છેલ્લે ઉત્તર પ્રદેશના હીરાના વેપારી રાહુલ અગ્રવાલે 2.55 કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધો. આ હીરાની મળેલી રકમમાંથી તમામ ટેક્સ અને રોયલ્ટી કટ કરીને મજૂર મોતીલાલને આપી દેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે