AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, ACBને રેડમાં મળ્યા હતા 12 લાખ રોકડા અને હથિયાર
Delhi Wakf Board Corruption Case: એન્ટી કરપ્શન બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે. આ પહેલા દિલ્હી એસીબીએ ખાનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (Anti Corruption Branch) એ કલાકોની પૂછપરછ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ (Amanatullah Khan Arrested) કરી લીધી છે. આ પહેલા દિલ્હીના એન્ટી કરપ્શન બ્યૂરોએ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત 5 સ્થળોએ દરોડા પાડ્યા અને 12 લાખ રૂપિયા અને એક લાયસન્સ વગરનું હથિયાર જપ્ત કર્યું હતું.
એસીબી દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત અનિયમિતતાની તપાસ કરી રહી છે. એસીબીએ બે વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે ગુરૂવારે ખાનને નોટિસ ફટકારી હતી. ઓખલા ક્ષેત્રથી ધારાસભ્ય ખાનને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2020માં દાખલ એક કેસમાં શુક્રવારે બપોરે 12 કલાકે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
ACB Delhi arrests AAP MLA Amanatullah Khan in connection with Delhi Wakf Board corruption case on the basis of the recovery of incriminating material and evidence against him during the searches conducted today. pic.twitter.com/9aC8OvKLLs
— ANI (@ANI) September 16, 2022
દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ ખાને નોટિસ વિશે ટ્વીટ કર્યું હતું અને દાવો કરવામાં આવ્યો કે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે કારણ કે તેમણે એક નવુ વક્ફ બોર્ડનું કાર્યાલય બનાવ્યું છે.
એન્ટી કરપ્શન બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યુ કે શુક્રવારે ખાન અને તેના અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એક જગ્યાએથી 12 લાખ રૂપિયા રોકડા, એક લાયસન્સ વગરનું હથિયાર અને કેટલાક કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે