વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકાર એક્શનમાં, 10 હજાર ગાડીઓ પર કાર્યવાહી
દિલ્હી સરકારનાં પરિવહન વિભાગે આ મહિને ચલાવેલા તપાસ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા 10 હજારથી વધારે વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
Trending Photos
નવી દિલ્હી : દિલ્હી સરકારનાં પરિવહન વિભાગે આ મહિને ચલાવેલા તપાસ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા 10 હજારથી વધારે વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પરિવહન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, 6 ઓક્ટોબરથી પ્રારંભ થયેલા આ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા 10,787 વાહન માલિકો પર કાર્યવાહી કરવામાં આવી. જેમાં 6355 સ્પષ્ટ રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા, જ્યારે 4432 વાહન પ્રદૂષણ તપાસ પત્ર (PUC) રજુ કરી શક્યા નહોતા. આ લોકો પાસેથી 1000થી માંડીને 2000 સુધીનો દંડ વસુલવામાં આવ્યો હતો.
દિવાળી સુધી ચાલુ રહેશે કાર્યવાહી
પરિવહન વિભાગ દ્વારા હાલમાં જ સ્ટાફને નવા વાહન અને ટેબ આપીને કર્મચારીઓને વધારે સશક્ત બનાવવામાં આવ્યા છે. દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પ્રદૂષણનાં વધતા સ્તરને જોતા પરિવહન વિભાગ દ્વારા પોતાની કાર્યવાહી ચાલુ રાખશે.
ફટાકડા વગરની રહેશે દિવાળી
આ વખતે દિવાળી ફટાકડા વગરની રહેશે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર સંપુર્ણ પ્રતિબંધની મનાઇ કરી દીધી છે. કોર્ટ દ્વારા રાત્રે 8-10 વચ્ચે કેટલીક ચોક્કસ શરતોની સાથે દિવાળીમાં ફટાકડા ફોડવાને મંજુરી આપી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જો કે ગ્રીન ફટાકડા પર વધારે જોર આપ્યું છે. જ્યારે ક્રિસમસ અને નવા વર્ષે પણ રાત્રે 11.45થી 12.45 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાને મંજુરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે