5 કરોડનું દેવું નહી ચુકવી શકનાર રાજપાલ યાદવને 3 મહિનાને જેલ

પોતાની પહેલી ફિલ્મ બનાવવા માટે 2010માં રાજ્યપાલ અને તેની પત્ની રાધા પાસેથી ઉધાર લીધા હતા

5 કરોડનું દેવું નહી ચુકવી શકનાર રાજપાલ યાદવને 3 મહિનાને જેલ

નવી દિલ્હી : પાંચ કરોડનું દેવું નહી ચુકવવાનાં મુદ્દે અભિનેતા રાજ્યપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી. હાઇકોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો. સાથે જ રાજપાલને તુરંત જ કસ્ટડીમાં લેવા માટેનો આદેશ પોલીસને આપ્યો છે. 
રાજપાલે દિલ્હીની કંપની પાસેથી દેવું લીધું હતું.

રાજપાલ અને તેમની પત્ની રાધાએ 2010માં નિર્દેશક પહેલી ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માટે 5 કરોડ રૂપિયાનું લેણુ કર્યું હતું. આ મુદ્દે દિલ્હીની એક કંપની મુરલી પ્રોજેક્ટે રાજ્યપાલની કંપની શ્રીનૌરંગ ગોદાવરી એન્ટરટેનમેન્ટની વિરુદ્ધ  લેણુ નહી ચુકવવાનો કેસ નોંધાયો હતો. 

રાજ્યપાલ પર ચેક બાઉન્સ થવાનો પણ કેસ દાખલ છે
અગાઉ સાત ચેક બાઉન્સ થવાનાં એક કેસમાં પણ રાજ્યપાલને છ મહિનાની સજા થઇ ચુકી છે. આ મુદ્દે કોર્ટે 23 એપ્રીલ, 2018નાં રોજ સુનવણી હાથ ધરી હતી. તે સમયે રાજ્યપાલ પર 11.2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બીજી તરફ રાજ્યપાલની પત્ની રાધા યાદવ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે કોર્ટે ત્યાર બાદ 50 હજાર રૂપિયાનાં જાત જામીન પર જામીન આપી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news