મેરઠ: વિવાદિત VIDEO પર SP સિટીની સ્પષ્ટતા, 'અમને જોઈને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યાં'
નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધમાં મેરઠ (Meerut )માં 20 ડિસેમ્બરે થયેલી હિંસા દરમિયાન એસપી સિટીના વિવાદાસ્પદ વીડિઓ પર યુપીના એડીજી પ્રશાંતકુમારે સ્પષ્ટતા કરી છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં મેરઠના એસપી અખિલેશ નારાયણનો એક વીડિઓ વાઈરલ થયો હતો. જેમાં એસપી સિટી કેટલાક લોકોને પાકિસ્તાન જવાની વાત કરતા જોવા મળ્યાં હતાં.
Trending Photos
લખનઉ: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધમાં મેરઠ (Meerut )માં 20 ડિસેમ્બરે થયેલી હિંસા દરમિયાન એસપી સિટીના વિવાદાસ્પદ વીડિઓ પર યુપીના એડીજી પ્રશાંતકુમારે સ્પષ્ટતા કરી છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં મેરઠના એસપી અખિલેશ નારાયણનો એક વીડિઓ વાઈરલ થયો હતો. જેમાં એસપી સિટી કેટલાક લોકોને પાકિસ્તાન જવાની વાત કરતા જોવા મળ્યાં હતાં. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટથી એક વીડિઓ શેર કર્યો છે.
વાઈરલ વીડિઓ પર મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે "અમને જોઈને કેટલાક છોકરાઓએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યાં અને ભાગવા લાગ્યા હતાં. મેં જ્યારે તેમને કહ્યું કે તમે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો અને ભારતને આટલી નફરત કરો છો કે પથ્થર ફેંકો છો તો પાકિસ્તાન જતા રહ્યાં હોત તો. તેમની ઓળખ કરવામાં આવી રહી છે."
Prashant Kumar,ADG Meerut: Yes if situation was normal then choice of words could have been better, but that day the situation was extremely volatile,our officers showed a lot of restraint,there was no firing by Police. (2/2) https://t.co/B4HLcj6q6M
— ANI UP (@ANINewsUP) December 28, 2019
આ બાજુ સમગ્ર મામલે મેરઠ રેન્જના એડીજી પ્રશાંતકુમારે પણ સ્પષ્ટતા કરી છે. પ્રશાંતકુમારે કહ્યું કે "હું અહીં સ્પષ્ટ કરવા માંગીશ કે ત્યાં ફક્ત એસપી સિટી જ નહીં પરંતુ શહેરના એડીએમ સિટી પણ હાજર હતાં. વીડિયોમાં સ્પષ્ટ છે કે ત્યાં પથ્થરમારો થઈ રહ્યો હતો અને પથ્થર જોવા મળી રહ્યાં છે, ત્યાં ભારતવિરોધી નારા લાગી રહ્યાં હતાં..."
જુઓ LIVE TV
"પાડોશી દેશ જિંદાબાદના નારા લાગતા હતાં. પીએફઆઈ અને એસડીએપીઆઈના પરચા વહેંચાઈ રહ્યાં હતાં. તે દિવસે મેરઠની સ્થિતિ ખુબ ભયાનક હતી. લાખો લોકો રોડ પર હતાં. તમામ અપીલ કર્યા બાદ ધર્મગુરુઓના કહેવા છતાં આવી સ્થિતિમાં અધિકારીઓએ ત્યાં ફક્ત એ જ કહ્યું કે તમારું જવું હોય તો જાઓ પરંતુ પથ્થરમારો ન કરો. અને મેં ઓળખી લીધા છે તે લોકોને. તમે પણ જોયું હશે કે ત્યાં વડીલો ઊભા હતાં અને તેમની સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂંક ન હતી થઈ."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે