આવી ગયો 'સૂર્યવંશી'નો પ્રથમ ધમાકેદાર VIDEO, અક્ષય, અજય અને રણવીર મચાવશે ધમાલ

બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif) અભિનિત ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi) આગામી 27 માર્ચે રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે આ ફિલ્મનો પહેલો વીડિઓ (Video) ટીઝર પણ સામે આવી ગયો છે.

આવી ગયો 'સૂર્યવંશી'નો પ્રથમ ધમાકેદાર VIDEO, અક્ષય, અજય અને રણવીર મચાવશે ધમાલ

નવી દિલ્હી: બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif) અભિનિત ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi) આગામી 27 માર્ચે રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે આ ફિલ્મનો પહેલો વીડિઓ (Video) ટીઝર પણ સામે આવી ગયો છે. જેમાં 'સૂર્યવંશી' અક્ષયકુમાર સાથે 'સિંબા' રણવીર સિંહ અને 'સિંઘમ' અજય દેવગણ પણ સાથે જોવા મળી રહ્યાં છે. 

હકીકતમાં આ વીડિઓ ફિલ્મ સિંબાના એક વર્ષ પૂરા થયાના અવસરે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા 27 ડિસેમ્બરે યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ જોયો છે. 'સૂર્યવંશી'ના આ 55 સેકન્ડના વીડીઓ ટીઝરમાં અક્ષય, અજય અને રણવીર એકસાથે દુશ્મનો સાથે ફાઈટ કરતા જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય સ્ટાર્સ એક સાથે પોલીસ વર્દીમાં શાનદાર લાગી  રહ્યાં છે. 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ અગાઉ આ જ વર્ષે ઓક્ટોબરમાં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક બહાર પાડવામાં આવ્યો હતો. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં પણ અક્ષય, અજય અને રણવીર એક સાથે જોવા મળ્યાં હતાં. અક્ષય અને કેટરીના સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર, અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર છે અને આ ફિલ્મને રોહિત શેટ્ટી નિર્દેશિત કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news