citizenship amendment act

ગૃહમંત્રી અમિત શાહનું CAA તોફાનો અંગે મહત્વનું નિવેદન, તમારે જરૂર વાંચવું જોઇએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) શુક્રવારે નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) અંગે વિપક્ષ પર અફવા ફેલાવીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, વિપક્ષે કાવત્રું રચીને અફવા ફેલાવી છે. ગૃહમંત્રીએ એકવાર ફરીથી કહ્યું કે, નાગરિકતા કાયદાથી કોઇ મુસ્લિમ કે લઘુમતીની નાગરિકા નહી જાય. શાહે ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલીમાં આ વાત કરી હતી. શાહે કહ્યું કે, નાગરિકતા કાયદા અંગે કોંગ્રસ, મમતા દીદી, સપા, બસપા આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, લઘુમતી નાગરિકોનાં અધિકારો જતા રહેશે. પરંતુ આટલું અસત્ય ફેલાવવું શા માટે જોઇએ. નાગરિકતા કાયદાથી કોઇની નાગરિકતા નહી જાય. આ નાગરિકતા આપવાનો કાયદો છે, નાગરિકતા છીનવવાનો નહી. 

Feb 28, 2020, 10:30 PM IST

દિલ્હી હિંસા: ચાંદબાગ નાળામાં લાશ ફેંકવાનો VIDEO સામે આવ્યો, ત્યાંથી જ મળ્યું હતું IB કર્મચારીનું ડેડબોડી

દિલ્હી હિંસા દરમિયાન ચાંદબાગ નાળાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓ હત્યા કર્યા બાદ લાશને છૂપાવવા માટે નાળામાં નાખી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ વીડિયો બનાવ્યો છે. આ નાળામાંથી જ આઈબી કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Feb 27, 2020, 02:49 PM IST

Delhi violence: હિંસામાં 34ના મોત, દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જજની બદલી

દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં મૃતકોની સંખ્યા 34 પર પહોંચી છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બાજુ દિલ્હી હિંસા પર સુનાવણી કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ મુરલીધરની બદલી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવાઈ છે.

Feb 27, 2020, 11:30 AM IST

દિલ્હી હિંસા: સ્વરાએ તમામ હદો પાર કરી, કાનમાંથી કીડા ખરી પડે તેવા અભદ્ર શબ્દો વાપર્યા

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને બોલિવૂડ હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કેટલાક લોકો સમજાવતા જોવા મળી રહ્યાં છે તો કેટલાક લોકો ભડકાવતા જોવા મળી રહ્યાં છે. આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ મામલે સ્વરા ભાસ્કરની એક ટ્વીટ ખુબ વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે ભાષાની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. 

Feb 27, 2020, 11:08 AM IST

દિલ્હીમાં ભયાનક હિંસાથી સ્તબ્ધ થયા UN મહાસચિવ, આપ્યું મોટું નિવેદન 

દિલ્હી હિંસાના અહેવાલોથી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ ખુબ દુ:ખી છે. ગુટેરસે લોકોને સંયમ જાળવવાની અને હિંસાથી બચવાની અપીલ કરી છે. 

Feb 27, 2020, 09:57 AM IST

PM મોદીના નિર્દેશ પછી દિલ્હીમાં અજીત ડોભાલે શરૂ કર્યું 16 કલાકનું ઓપરેશન, હવે સ્થિતિ નિયંત્રણમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંગળવાર રાતથી લઈને બુધવારના રોજ 16 કલાકનું ઓપરેશન ચલાવીને અજીત ડોભાલે ઉત્તર પૂર્વ દિલ્હીના બેકાબુ હાલાતને કાબુમાં લીધા. મંગળવારે રાતે સાડા અગિયાર વાગે  અને બુધવારે બપોરે સાડા ત્રણ વાગે બે વાર તેઓ ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપીની ઓફિસે પહોંચ્યાં. આ 16 કલાકમાં ડોભાલે પોલીસ, અર્ધસૈનિક દળોની ઠીક ઠીક સંખ્યામાં તૈનાતી, બંને પક્ષોના પ્રભાવશાળી લોકો અને ધર્મગુરુઓને શાંતિની અપીલોથી લઈને દરેક એ રણનીતિ અપનાવી જેનાથી લોકોને રસ્તાઓ પર ઉતરતા રોકી શકાય. 

Feb 27, 2020, 09:26 AM IST

દિલ્હી હિંસા અને IB કર્મચારી અંકિત શર્માની ક્રુર હત્યામાં AAP નેતા તાહિર હુસૈનનો હાથ?

દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 27 જેટલા લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે. Zee News ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ  રિપોર્ટિંગ કર્યું. આ દરમિયાન એવા લોકોને પણ મળ્યાં જેઓ આ હિંસાનો ભોગ બન્યા છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ એ લોકો સાથે પણ વાત કરી જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે હિંસાગ્રસ્ત ચાંદબાગ વિસ્તારમાં ગઈ તો દરેકની જીભે એક જ નામ હતું અને તે નામ હતું તાહિર હુસૈનનું. 

Feb 27, 2020, 07:40 AM IST

Delhi Violence: દિલ્હીમાં હિંસા દરમિયાન IB કર્મચારી અંકિત શર્માની હત્યા, ગઈ કાલથી ગુમ હતાં

દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો ધીરે ધીરે સામે આવી રહ્યો છે. હિંસામાં આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યા થઈ હોવાના અહેવાલ આવી રહ્યાં છે. તેઓ ગઈ કાલથી ગુમ હતાં. અંકિત શર્મા દિલ્હીના ખજૂરી ખાસમાં રહેતા હતાં. અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

Feb 26, 2020, 02:10 PM IST

દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ: સોનિયા ગાંધી 

દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે. 

Feb 26, 2020, 01:45 PM IST

દિલ્હી હિંસા: સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી, કહ્યું-'પ્રોફેશનલ ન હોવાના કારણે સ્થિતિ વણસી'

દિલ્હી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે આજે પોલીસની કાર્યવાહીની પદ્ધતિ ઉપર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે હિંસા ભડકાવનારા નિવેદનો આપતા લોકો પર કાર્યવાહી કેમ નથી કરી? UK પોલીસનું ઉદાહરણ આપતા સુપ્રીમે કહ્યું કે પોલીસે તેમની જેમ પ્રોફેશનલ થવાની જરૂર છે. તેમના આ બિનવ્યવસાયી હોવાના કારણે હાલાત બગડ્યાં. 

Feb 26, 2020, 01:30 PM IST

Delhi Violence: અત્યાર સુધી 20ના મોત, હાઈકોર્ટના જજે મધરાતે ઘરેથી આપ્યો મહત્વનો આદેશ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

Feb 26, 2020, 10:28 AM IST

Delhi Violence: હિંસા ભડકાવવા પાછળ ISIનો હાથ, તબાહીનું નાપાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન!

ઉત્તર પૂર્વ દિલ્હીમાં ભડકેલી હિંસાને લઈને ગુપ્તચર એજન્સીઓના હવાલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી હિંસા પાછળ ISIનો હાથ હોવાનો શક છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં હિંસા ભડકાવવા પાછળ ISI છે.

Feb 26, 2020, 09:31 AM IST

PHOTOS: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, બુરખાની આડમાં આ કઈ મહિલાઓ કરી રહી છે પથ્થરમારો

દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસાએ ફરીથી દિલ્હીને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. ધાર્મિક કટ્ટરવાદી તોફાની તત્વોએ દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે હિંસાની આગ ભડકાવી તેને જોઈને દિલ્હી થરથર કાંપી ઉઠ્યું. શાંતિ જાળવવા માટે જે પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી તેને જ નિશાન બનાવવામાં આવી. આ પથ્થમારા અને ફાયરિંગમાં દિલ્હી પોલીસનો એક જવાન શહીદ થયો. 

Feb 26, 2020, 08:44 AM IST

દિલ્હી હિંસા: અત્યાર સુધી 18 લોકોના મોત, પરિસ્થિતિ થાળે પાડવા મેદાનમાં ઉતર્યા અજીત ડોભાલ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

Feb 26, 2020, 07:34 AM IST

SCના વાર્તાકારનું સોગંદનામું- શાહીન બાગમાં પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા, પ્રદર્શન શાંતિપૂર્ણ 

શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે નિયુક્ત કરાયેલા વાર્તાકાર વજાહત હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને કહ્યું છે કે શાહીન બાગમાં પોલીસે જે રીતે રસ્તા રોક્યા છે તે બિનજરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં વજાહત હબીબુલ્લાહે કહ્યું કે જો આ રસ્તાઓને ખોલવામાં આવે તો ટ્રાફિક સામાન્ય થઈ જશે. 

Feb 23, 2020, 02:27 PM IST

CAA વિરુદ્ધ જાફરાબાદમાં મહિલાઓનું પ્રદર્શન, મેટ્રો સ્ટેશન બંધ કરાયું

પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં રવિવારે એકવાર ફરીથી નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું. જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ છે. પ્રદર્શનના કારણે મેટ્રો સ્ટેશનને બંધ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મહિલાઓ મોડી રાતથી ધરણા પર બેઠી છે. 

Feb 23, 2020, 09:41 AM IST

NPR અને NRC મુદ્દે શિવસેનાએ મોદી સરકારને ટેકો આપતા કોંગ્રેસ કાળઝાળ, આપ્યું આગ ઝરતું નિવેદન

તિવારીએ કહ્યું કે એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. મનિષ તિવારીએ કહ્યું કે નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે. કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં. 

Feb 22, 2020, 01:30 PM IST

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

Feb 18, 2020, 01:39 PM IST

શાહીન બાગના દેખાવકારોનું PM મોદીને ખાસ વેલેન્ટાઈનવાળું આમંત્રણ, 'મોદી તમે ક્યારે આવશો'

ફેબ્રુઆરીને પ્રેમ મોહબ્બતનો મહિનો કહે છે અને પ્રેમનો સપ્તાહ વેલેન્ટાઈન્સ પૂરો થવા જઈ રહ્યો છે. પ્રેમના આ અઠવાડિયામાં દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ વેલેન્ટાઈન કાર્ડ મોકલ્યું છે.

Feb 13, 2020, 09:58 PM IST

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું-'રાજ્ય સરકારે CAA લાગુ કરવો જ પડશે', ભાજપે કહ્યું- Welcome

રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીના નિવેદનથી કોંગ્રેસમાં જ ખળભળાટ મચી ગયો છે. નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના નિવેદન પર હવે ભાજપના નેતાઓ પણ સીપી જોશીને અભિનંદન પાઠવી રહ્યાં છે.

Feb 9, 2020, 04:42 PM IST