અધીર રંજનનો PM Modi ને પત્ર, લૉકડાઉનવાળા રાજ્યોમાં ગરીબોને દર મહિને 6000 રૂપિયા આપવાની કરી અપીલ

લોકસભામાં નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લૉકડાઉન વાળા રાજ્યોમાં ગરીબો અને બેરોજગારોને 6000 રૂપિયા દર મહિને આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.  

Updated By: May 16, 2021, 11:40 PM IST
 અધીર રંજનનો PM Modi ને પત્ર, લૉકડાઉનવાળા રાજ્યોમાં ગરીબોને દર મહિને 6000 રૂપિયા આપવાની કરી અપીલ

નવી દિલ્હીઃ દેશ કોરોના વાયરસના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યાં છે. તો સંક્રમણની ચેન તોડવા માટે અનેક રાજ્યોએ લૉકડાઉન લાગૂ કર્યું છે. તેના કારણે લાખો લોકોના કામધંધા બંધ થઈ ગયા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ગરીબ લોકોને આર્થિક સહાયતા આપવાની માંગ કરી છે. 

લોકસભામાં નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લૉકડાઉન વાળા રાજ્યોમાં ગરીબો અને બેરોજગારોને 6000 રૂપિયા દર મહિને આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ સાથે જરૂરીયાત મંદ લોકો માટે ફ્રીમાં ભોજનની વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે. 

પત્રમાં અધીર રંજન ચૌધરીએ લખ્યુ કે, કોરોના મહામારીને કારણે અનેક રાજ્યોએ લૉકડાઉન લાગૂ કર્યુ છે. જેના કારણે મજૂર, પ્રવાસી શ્રમિકોના રોજગારમાં સમસ્યા ઉભી થઈ છે. તેવામાં રોજગાર અને આવક ન હોવાને કારણે આવા લોકો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. 

ક્યાં સુધી આવશે કોરોનાની નોઝલ સ્પ્રે વેક્સિન? કઈ-કઈ કંપની કરી રહી છે તૈયાર

ફ્રી રાશન
અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષે સૂચન કર્યુ છે કે કેન્દ્ર સરકાર તરફથી જરૂરીયાત મંદ લોકોને ફ્રી રાશન ઉપલબ્ધ કરાવવું જોઈએ અને બેરોજગાર લોકોને દર મહિને 6000 રૂપિયાની આર્થિક મદદ કરવી જોઈએ. સાથે ગરીબોને પણ દર મહિને 6 હજાર રૂપિયાની મદદ કરવામાં આવે. 
 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube