જમ્મુમાં શોપિયા બાદ હવે કુલગામમાં પણ સેના વિરુદ્ધ ફરિયાદ
- સેના વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ થતા નાગરિકોમાં કચવાટ
- સ્થાનિક સ્તરે પણ સેના પર ફરિયાદ મુદ્દે રાજનીતિ ગરમ થઇ
- સૈન્યએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું
Trending Photos
શ્રીનગર : પાકિસ્તાન તરફથી સતત કરાઇ રહેલા ગોળીબારનાં કારણે જમ્મુ કાશ્મીરમાં તણાવની પરિસ્થિતી છે, ત્યારે એકવાર ફરીથી સૈન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. શોપિયા બાદ હવે કુલગામમાં સેનાની 10મી ગઢવાલ યૂનિટની વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઇ છે. સેનાનાં ઓપન ફાયરિંગમાં 22 વર્ષનો એક યુવક ઘાયલ થઇ જવાનાં કારણે આ ફરિયાદ દાખલ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડીયે પણ સેના વિરુદ્ધ ફરિયાદ થવાનો મુદ્દો વિવાદિત બન્યો છે. બીજી તરફ સેનાનું કહેવું છે કે તેમણે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું હતું.
છેલ્લા લાંબા સમયથી સીમા પર તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ ગોળીબારમાં 4 જવાન શહીદ થઇ ચુક્યા છે. બીજી તરફ જમ્મુ - કાશ્મીરમાં સેના પર વધારે એક ફરિયાદ દાખલ થઇ છે. આ ફરિયાદ સેના પર કુલગામ ખાતે સેનાની 10મી ગઢવાલ યૂનિટ વિરુદ્ધ થઇ છે. તે અગાઉ શોપિયામાં 10 ગઢવાલ રાઇફલનાં સૈનિકો વિરુદ્ધ જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે જવાનો વિરુદ્ધ હત્યા (302) અને હત્યાનો પ્રયાસ (307) હેઠળ કેસ દાખલ કર્યો હતો. 27 જાન્યુઆરીએ સેનાનો કાફલો શોપિયાનાં ગનોવપોરા ગામથી પસાર થઇ રહ્યો હતો જ્યારે તેનાં પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જવાબી ફાયરિંગમાં 3 લોકોનાં મોત થયા હતા. આ મુદ્દે પોલીસે સેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જો કે આ મુદ્દે સેનાએ પણ પથ્થરમારો કરનારા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે