રેલવે 26 હજાર જગ્યાઓ પર કરશે ભરતી, અરજી પ્રક્રિયા વીશે જાણો

 રેલવે 26 હજાર જગ્યાઓ પર કરશે ભરતી, અરજી પ્રક્રિયા વીશે જાણો

નવી દિલ્હીઃ સરકારી નોકરીની શોધ કરી રહેલા લોકો માટે ખૂશખબર છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે (RRB)ભારતીય રેલવેમાં 26,502 જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજી મંગાવી છે. આ તમામ ભરતી આસિસ્ટન્ટ લોકો પાયલોટ અને ટેક્નિશિયનના પદ્દો માટે છે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. ઈચ્છુક ઉમેદવાર 5 માર્ચ પહેલા રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની વેબસાઇટ પર અરજી કરી શકે છે. જગ્યા માટે લાયકાત, પગાર અને અરજી સાથે જોડાયેલી અન્ય તમામ માહિતી આ પ્રકાર છે. રેલવે ભરતી બોર્ડ તરફથી ભરતી સંબંધિત અધિસૂચના ગત શનિવારે જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા 3 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. અન્ય જાણકારી માટે આગળ વાંચો.... 

પસંદગીની પ્રક્રિયા 
યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમન કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ, એપ્ટીટ્યૂડ સેટ્ અને ડોક્યુમેન્ટ વેરિફિકેયસનના માધ્યમથી કરવામાં આવશે. પ્રથમ સ્તરની  લેખિત પરીક્ષા એપ્રિલ-મેમાં યોજવામાં આવશે. પસંદ કરેલા મેદવારોએ બીજા રાઉન્ડની મુખ્ય લેખિત પરીક્ષા આપવી પડશે. સૂચના અનુસાર સહાયક લોકો પાયલોટની 17,673 અને ટેક્નિશિયન માટે 8,829 જગ્યાઓ છે. 

શૈક્ષણિક યોગ્યતા 
આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે માન્યતા પ્રાપ્ત સ્કૂલ શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરી હોય. આ સાથે પરીક્ષાર્થીએ એનસીવીટી/એનસીવીટીમાંથી માન્યતા પ્રાપ્ત સંસ્થા સંબંધિત ટ્રેડ આર્મેચર એન્ડ લોઈલ વાઈન્ડર/ઈલેક્ટ્રેશિયલ/ઈલેક્ટ્રિશિયન મિકેનિક/ ફીટર/હીટ એન્જિન/ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક/મશીનિસ્ટ/મેકેનિક ડીઝલ/મેકેનિક મોટર વ્હીકલ/મિલરાઇટ મેન્ટેનેન્સ મિકેનિક/મિકેનિક રેડિયો એન્ડ ટીવી/રેફ્રિઝરેશન એન્ડ એર કંડિશનિંગ મિકેનિક ટ્રેડમાં ત્રણ વર્ષિય આઈટીઆઈ ડિપ્લોમાં છે. ટેક્નિશિયન માટે પરીક્ષાર્થી માટે દસ પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. 

ઉંમર 
સંબંધિત પદ્દો પર આવેદન કરવા માટે પરીક્ષાર્થીની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી દોઈએ. એસટી/એસસી અને ઓબીસી વર્ગને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે. 

બિન અનામત જગ્યા
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફથી 26,502 પદ્દો માટે અરજી મંગાવવામાં આવી છે તેમાંથી 13,793 પદ્દ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓના ભરાશે. બાકીની જગ્યાઓ અનામત વર્ગના ઉમેદવારો ભરવામાં આવશે. બિન અનામત જગ્યાઓમાં લોકો પાયલોટ માટે 9,230 જગ્યા અને ટેક્નિશિયન માટે  4,563 જગ્યાઓ છે. 

અરજી ફી 
બિન અનામત અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે. એસટી/એસસી/ભૂતપૂર્વ સૈનિક/મહિલા/ટ્રાન્સ જેન્ડર/ અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે 250 રૂપિયા રાખવામાં આવી છે. આ ફી ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી કરી શકાય છે. 

બોર્ડ અનુસાર ખાલી જગ્યાઓ
અલ્હાબાદ ભરતી બોર્ડ મુજબ સર્વાધિક 4694 પદ્દો પર ભરતી થશે અન્ય જગ્યાઓ નીચે મુજબ છે. 

અમદાવાદ : 164
અજમેર: 1221
અલ્હાબાદ : 4694
બેંગ્લુરુ : 1054
ભોપાલ : 1679
ભુવનેશ્વર : 702
બિલાસપુર : 945
ચંદીગઢ: 1546
ચેન્નઈ: 945
ગોરખપુર: 1588
ગુવાહાટી : 422
જમ્મુ-શ્રીનગર : 367
કોલકત્તા : 1824
માલંદા: 880
મુંબઈ: 1425
મુજ્જફપુર : 465
પટના : 454
રાંચી : 2043
સિકંદરાબાદ : 3262
સિલીગુડ્ડી : 477
તિરુવન્ંતપુરમ: 345

મહત્વપૂર્ણ તારીખ 
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખઃ 3 ફેબ્રુઆરી 2018
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ 5 માર્ચ 2018
પોસ્ટ ઓફિસના માધ્યમથી ફી ભરવાની છેલ્લી તારીખઃ 3 માર્ચ 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news