CM મમતાએ બેઠકમાં ઓવૈસીને બોલાવ્યા જ નહીં, ભડકેલા AIMIM ચીફે શું કહ્યું તે જાણો 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની રણનીતિ પર ચર્ચા માટે વિપક્ષી દળોની બેઠકમાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) ને આમંત્રણ આપ્યું નહીં

CM મમતાએ બેઠકમાં ઓવૈસીને બોલાવ્યા જ નહીં, ભડકેલા AIMIM ચીફે શું કહ્યું તે જાણો 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની રણનીતિ પર ચર્ચા માટે વિપક્ષી દળોની બેઠકમાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) ને આમંત્રણ આપ્યું નહીં. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જો તેમની પાર્ટીને આમંત્રણ આપ્યું પણ હોત તો તેઓ સામેલ થાત નહીં. કારણ કે કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

તૃણમૂલ કોંગ્રેસ નેતાએ 22 રાજકીય પક્ષોને બેઠકમાં આમંત્રિત કર્યા છે. પરંતુ AIMIM ની અવગણના કરી. રાષ્ટ્રપતિ ચૂંટણી 18 જુલાઈએ થવાની છે અને 21 જુલાઈએ તેના પરિણામ આવવાના છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની જેમ (જે કોંગ્રેસ પાર્ટીને અપાયેલા આમંત્રણના કારણે બેઠકથી દૂર રહી) AIMIM પણ કોંગ્રેસની સાથે કોઈ પણ મંચ શેર કરવાની વાતનો આકરો વિરોધ કરી રહી છે. 

— ANI Digital (@ani_digital) June 15, 2022

આ પક્ષોના નેતાઓ બેઠકમાં હાજર
આ બેઠકમાં છેલ્લે મળેલી માહિતી મુજબ 17 પક્ષોના નેતાઓ હાજર રહ્યા છે. જેમાં ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈ,સીપીઆઈ(એમ), RSP, શિવસેના, એનસીપી, આરજેડી, સપા, નેશનલ કોન્ફરન્સ, પીડીપી, JD(S), DMK, RLD, IUML અને JMM ના નેતાઓ સામેલ થયા છે. 

— ANI (@ANI) June 15, 2022

અત્રે જણાવવાનું કે AIMIM ના લોકસભામાં બે સભ્યો છે જેમાંથી તેલંગણા અને મહારાષ્ટ્રમાં એક-એક છે. જ્યારે 14 ધારાસભ્યો છે જેમાંથી તેલંગણામાં સાત, બિહારમાં પાંચ અને મહારાષ્ટ્રમાં બે છે. AIMIM એ ગત વર્ષ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ ખાતું ખોલી શકી નહતી. જો કે ચૂંટણીના કારણે પાર્ટીની એન્ટ્રીએ મમતા બેનર્જીને નારાજ કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંગાળ ચૂંટણીમાં લઘુમતીઓના મત વહેંચવા માટે AIMIM ભાજપની સાથે હતી. 

આ બધા વચ્ચે AIMIM નેતાઓએ કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી પર કોઈ નિર્ણય લીધો નથી. વિપક્ષી દળો દ્વારા એક સર્વસામાન્ય ઉમેદવાર પર નિર્ણય લેવાયા બાદ પાર્ટી દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી આશા છે. 

અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે AIMIM એ મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણીમાં મહાવિકાસ આધાડી (એમવીએ)ને મત આપ્યો હતો. પાર્ટીએ કહ્યું કે તેમણે ભાજપને હરાવવા માટે આ નિર્ણય લીધો. જો કે એ પણ સ્પષ્ટ કર્યું કે શિવસેના સાથે તેમના રાજનીતિક અને વૈચારિક મતભેદો ચાલુ રહેશે. જે એમવીએનું નેતૃત્વ કરી રહી છે અને જેમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સહયોગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news