અમે 15 કરોડ મુસ્લિમ 100 કરોડ ઉપર ભારે છે: AIMIM નેતાનું ભડકાઉ નિવેદન

નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ને લઇને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ મહિલાઓના નેતૃત્વમાં દિલ્હીના શાહીન બાગમાં સીએએ વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોના સંદર્ભમાં કહ્યું કે તે કહે છે કે આપણે મહિલઓને આગળ કરી દીધી છે.

અમે 15 કરોડ મુસ્લિમ 100 કરોડ ઉપર ભારે છે: AIMIM નેતાનું ભડકાઉ નિવેદન

બેંગ્લોર: નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ને લઇને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ મહિલાઓના નેતૃત્વમાં દિલ્હીના શાહીન બાગમાં સીએએ વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોના સંદર્ભમાં કહ્યું કે તે કહે છે કે આપણે મહિલઓને આગળ કરી દીધી છે. પરંતુ ધ્યાન રાખવાનું છે કે અત્યાર સુધી સિંહણનો બહાર આવી છે અને તમે પરેસેવો પાડી રહ્યા છો. તેનાથી તમે સમજી શકો છો કે જો અમે બહાર નિકળી આવ્ય તો શું થશે. અમે 15 કરોડ છીએ પરંતુ 100 કરોડ પર ભારે પડી શકીએ છીએ. આ યાદ રાખજો. 

વારિસ પઠાણનું વિવાદિત નિવેદનવાળો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેમણે એ પણ કહ્યું કે અમે આઝારી છીનવીને રહીશું. વારિસ પઠાણ, મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા છીએ. તેમણે આ ભડકાઉ ભાષણ સીએએ વિરોધી રેલી દરમિયાન આપ્યું. 15 ફેબ્રુઆરીના રોજ આયોજિત તે રેલીમાં એઆઇએમઆઇએમ મુખિયા અસદુદ્દીન ઓવૈસી પણ હાજર હતા. 

— ANI (@ANI) February 20, 2020

વારિસ પઠાણ આ પ્રકારે ભડકાઉ નિવેદન પહેલાં પણ આપી ચૂક્યા છે. હિંદુઓ પર પરોક્ષ રીતે હુમલો કરતાં વારિસ પઠાણે એ પણ કહ્યું કે દેશના મુસ્લિમ એકજુટ થઇને આઝાદી પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આ કડીમાં તેમણે કહ્યું કે ભલે દેશમાં મુસ્લિમોની વસ્તી 15 કરોડ હોય પરંતુ તે હજુ પણ 100 કરોડથી ઉપર હિંદુઓ પર દબદબો બનાવી રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news