રાજસ્થાનના જેસલમેરમાં ક્રેશ થયું વાયુસેનાનું UAV વિમાન, તપાસના આદેશ
Rajasthan: રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પરંતુ સારી વાત રહી કે આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પરંતુ સારી વાત તે રહી કે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. ઝી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે અમર શહીદ સાગરમલ ગોપા કોલોની પાસે ઈન્ડિયન એરફોર્સનું માનવ રહિત વિમાન એટલે કે UAV (Unmanned Aerial Vehicle) ક્રેશ થઈ ગયું છે. વિમાન ક્રેશ થયા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
રિપોર્ટ પ્રમાણે UAV વિમાનની ટ્રાયલ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તે દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. ઘટનાની માહિતી મળતા સેનાના અધિકારી પહોંચી ગયા હતા. દુર્ઘટનાની તપાસ માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તે ખુલાસો થયો નથી કે વિમાન ક્રેશ કઈ રીતે થયું છે. તપાસ અધિકારી તમામ માહિતી મેળવી રહ્યાં છે.
જાણવા મળી રહ્યું છે કે ક્રેશ થયા બાદ વિમાનમાં આગ લાહી નહીં, જેથી કોઈ મોટુ નુકસાન થયું નથી. જો આગ લાગી હોત તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શક્યું હોત. હાલ પોલીસ અને વાયુસેનાની ટીમે સ્થળ પર પહોંચીને વિમાનના અવશેષને કબજામાં લીધા છે. આગળની તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે