DNA ANALYSIS: 'ટેબલટોપ રનવે' જ્યાં ટેકઓફ અને લેન્ડીંગ બંને જ મુશ્કેલ

કેરલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ છે જેમાં એક ભારતીય વાયુસેનાના નિવૃત પાયલોટ દીપક વસંત સાઠે સહિત 16 લોકોના મોત થયા છે. કેરલના કરીપુર એરપોર્ટના જે રનવે પર આ અકસ્માત થયો છે તે એક ટેબલ ટોપ રનવે હતો.

DNA ANALYSIS: 'ટેબલટોપ રનવે' જ્યાં ટેકઓફ અને લેન્ડીંગ બંને જ મુશ્કેલ

નવી દિલ્હી: કેરલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ છે જેમાં એક ભારતીય વાયુસેનાના નિવૃત પાયલોટ દીપક વસંત સાઠે સહિત 16 લોકોના મોત થયા છે. કેરલના કરીપુર એરપોર્ટના જે રનવે પર આ અકસ્માત થયો છે તે એક ટેબલ ટોપ રનવે હતો. આ એક એવો રન વે હોય છે જે કોઇ પહાડ અથવા પઠાર પર બનાવવામાં આવે છે. જોકે એર ઇન્ડીયા એક્સપ્રેસ વિમાન (Air India Express) લપસીને ખીણમાં પડી ગયું અને બે ટુકડા થઇ ગયા. 

ભ્રમ પેદા કરનાર સ્થિતિ
ટેબલ ટોપ રનવે હોવાથી કોઝિકોડ એરપોર્ટ પર ખતરો વધુ છે. કોઇ પહાડી અથવા ઉંચા સ્થળ પર બનાવવામાં આવેલો રનવે ખૂબ જ ખતરનાક હોય છે. કારણ કે આવા રનવેની શરૂઆત અને અંત એટલે બંને તરફ ઉંડી ખીણ હોય છે. એટલા માટે Tabletop Runway કહેવામાં આવે છે. વિમાનો માટે આવા રન વે ટેકઓફ અને લેન્ડીંગ બંને જ સરળ હોતા નથી. એવામાં રનવે પર વિમાન લેન્ડ કરતી વખતે જો પાયલોટ ગણતરી કરવામાં થાપ ખાઇ જાય છે તો અકસ્માતનો ખતરો ઝડપથી વધુ જાય છે. આવા એરપોર્ટ પર Optical Illusion ના કારણે ખતરો વધી જાય છે એટલે કે કોઇ મૃગજળની માફક હોય છે. જ્યારે પણ પાયલોટ ટેબલ ટોપ રનવે પર વિમાન લન્ડ કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેમને આગળ અને પાછળ હાજર ખીણ પણ રનવેની બરાબર દેખાઇ છે. એવામાં ભ્રમ પેદા કરનાર પરિસ્થિતિ આવે છે જેથી સૂઝબૂઝ સાથે હેન્ડલ કરવામાં આવે છે. ટેલબ ટોપ રનવે પર થઇ રહેલી દુર્ઘટનાઓનું કારણ છે Optical Illusion એટલે કે દ્રષ્ટિ સંબંધિત ભ્રમ.

મંગલુરૂનું એરપોર્ટ પણ એક ટેબલ ટોપ રનવે
કોઝિકોડના એરપોર્ટની માફક કર્ણાટકના મંગલુરૂનું એરપોર્ટ પણ એક ટેબલ ટોપ રનવે છે. મંગલુરૂ એરપોર્ટ પર 2010માં આ પ્રકારની વિમાન દુર્ઘટના થઇ હતી જેમાં 158 લોકોના મોત થયા હતા. તે વિમાન પણ એર એન્ડીયાનું હતું અને દુબઇથી મંગલુરૂ આવી રહ્યું હતું અને મંગલુરૂ એરપોર્ટ પર લેન્ડીંગ વખતે આ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમ કે કોઝિકોડ એરપોર્ટમાં અકસ્માત થયો હતો. તે વિમાન પણ આ પ્રમાણે રનવે પરથી સરકી ગયું અને ખીણમાં પડી ગયું હતું અને ત્યારબાદ તે વિમાનમાં આગ લાગી ગઇ હતી. મંગલુરૂ અકસ્માતમાં સવાર ફક્ત 8 લોકો બચી ગયા હતા. આ વિમાન પણ આ પ્રકારે બે ટુકડામાં તૂટી ગયું હતું. હવે તમે સમજી શકો છો કે ટેબલ ટોપ રનવે પર વિમાનોની લેન્ડીંગ કરવું પાયલોટ માટે પોતાનો જીવ જોખમમાં મુકવા જેવું છે. 

વિમાને વંદે ભારત મિશન અંતગર્ત ઉડાન ભરી હતી
અમે તમને આ અકસ્માત સાથે સંકળાયેલી મોટી વાતો અને અપડેત વિશે જણાવવા માંગીએ છીએ. આ વિમાન અકસ્માતમાં કમાન્ડર પાયલોટ કેપ્ટન દીપક વસંત સાઠેનું મોત નિપજ્યું છે. કેપ્ટન દીપક સાઠે ભારતીય વાયુસેનાના પૂર્વ પાયલોટ હતા. તે 2003માં વાયુસેનામાંથી નિવૃત થયા હતા અને તે ગત 15 વર્ષથી એર ઇન્ડીયામાં પાયલોટ હતા. આ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 11 લોકોના મોત થયા છે. આ વિમાન દુબઇથી કાલીકટ એરપોર્ટ પર આવી રહ્યું હતું. 

વિમાને વંદે ભારત મિશન હેઠળ ઉડાન ભરી હતી એટલે કે તેમાં તે લોકો સવાર હતા જે Covid 19 ના કારણે દુબઇમાં ફસાયેલા હતા અને આ લોકોને ભારત લાવવમાં આવી  રહ્યા હતા. આ વિમાન વંદે ભારત મિશન હેઠળ દુબઇમાં ફસાયેલા ભારતના લોકોને પરત લાવી રહ્યું હતું. DGCA ના અનુસાર વિમાન રનવે પર સરકી ગયું અને તેના બે ટુકડા થઇ ગયા. આ વિમાનમાં 174 મુસાફરો, 10 બાળકો, 2 પાયલોટ અને પાંચ કેબિન ક્રૂ સામેલ છે. જે સમયે અકસ્માત થયો ત્યાં પણ ભારે વરસાદ ચાલુ હતો. પરંતુ સારી વાત એ છે કે વરસાદના કારણે આ વિમાનમાં આગ લાગી નહી. પરંતુ ખરાબ હવામાનના કારણે કેરલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે અહીં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ અકસ્માત સર્જાયો. આ Air India Express ની ફ્લાઇટ હતી અને આ બોઇંગનું B 737 હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news