Air India નું ટ્વિટર એકાઉન્ટ હેક થયું, હેકર્સે લખ્યું-તમારો ડેટા અમારા કબ્જામાં
એર ઈન્ડિયાનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ બુધવારે મોડી રાતે હેક કરવામાં આવ્યું.
- એર ઈન્ડિયાનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું
- તુર્કીના હેકર્સે કર્યું હેકિંગ
- પોતાની જાતને તુર્કી સાઈબર આર્મી ગણાવે છે હેકર્સ
Trending Photos
નવી દિલ્હી: એર ઈન્ડિયાનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ બુધવારે મોડી રાતે હેક કરવામાં આવ્યું. હેક કર્યા બાદ હેકર્સે પેજ પર વિવાદાસ્પદ પોસ્ટ કરી. એકાઉન્ટ પર હેકર્સે લખ્યું કે એર ઈન્ડિયાનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે અને હવે તમારી તમામ વાતચીત અને જરૂરી ડેટા અમારા કબ્જામાં છે. જો કે આજે સવાર સુધીમાં પેજને ફરીથી સુરક્ષિત કરી દેવામાં આવ્યું. આ મામલે હાલ એર ઈન્ડિયા દ્વારા કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
તુર્કીના હેકર્સે કર્યું હેકિંગ
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના પેજને તુર્કીશ સાઈબર આર્મી આયિલદિઝ ટીમ નામના હેકર્સ ગ્રુપે હેક કર્યુ હતું. તેમણે પેજ હેક કરીને પહેલી પોસ્ટ એ કરી હતી કે તમારું એકાઉન્ટ તુર્કિશ સાઈબર આર્મી આયિલદિઝ ટિમે હેક કર્યુ છે અને તમારો જરૂરી ડેટા અમારા કબ્જામાં છે.
ત્યારબાદ અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે જરૂરી જાહેરાત- (એર ઈન્ડિયા)ની તમામ ઉડાણો રદ કરી દેવામાં આવી છે. હવેથી અમે ફક્ત તુર્કિશ એરલાઈન્સ દ્વારા જ ઉડાણ ભરીશું. એક અન્ય પોસ્ટમાં તુર્કીના ઝંડા આગળ બંદૂક લઈને ઊભેલો આતંકી દર્શાવવામાં આવ્યો. જે હેકર્સે એર ઈન્ડિયાનું એકાઉન્ટ હેક કર્યુ હતું તેઓ પોતાને તુર્કિશ સાઈબર આર્મી ગણાવે છે. એટલું જ નહીં તેઓ જે પણ પેજ હેક કરે છે તેનો સ્ક્રિનશોટ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે.
વેરિફિકેશન માર્ક હટ્યો
એકાઉન્ટ હેક થતાની સાથે જ એર ઈન્ડિયાના પેજથી વેરિફાઈડ એકાઉન્ટનો બ્લ્યુ ટિક માર્ક પણ હ ટાવવામાં આવ્યો. હકીકતમાં જ્યારે પણ વેરિફાઈડ એકાઉન્ટનો યૂઝર બદલાઈ જાય છે ત્યારે થોડા સમય બાદ આવા એકાઉન્ટથી ટ્વિટર વેરિફિકેશનનો માર્ક હટાવી દે છે. આમ થયા બાદ યૂઝરે ફરીથી ટ્વિટરને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરીને જણાવવાનું હોય છે કે એકાઉન્ટ યોગ્ય યૂઝરના હાથમાં છે.
પહેલા પર કરી ચૂક્યા છે હેકિંગ, લોકો કરે છે વખાણ
આ અગાઉ પણ આ હેકર્સ ગ્રુપ એમઆરઆર કોલેજ ઓફ ફાર્મસીની વેબસાઈટને પણ હેક કરી ચૂક્યા છે. આ હેકિંગ અંગેની જાણકારી તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ હેકિંગની ઘટનાઓની આલોચના થઈ રહી છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે આ હેકર્સ ગ્રુપના વખાણ કરી રહ્યાં છે. એર ઈન્ડિયા તથા અન્ય પેજ હેકિંગ સંબંધિત હેકર્સની પોસ્ટને અનેક લોકોએ શાબાશી પણ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે