ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો એ 'મોદી મેજીક'ના અંતનો સંકેત: પિનારયી વિજયન

 કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને બુધવારે કહ્યું કે યુપી લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખોટા વચનો અને નકલી દાવાઓના 'મોદી મેજીક'ના અંતનો સંકેત છે.

ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો એ 'મોદી મેજીક'ના અંતનો સંકેત: પિનારયી વિજયન

તિરુવનંતપુરમ: કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને બુધવારે કહ્યું કે યુપી લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખોટા વચનો અને નકલી દાવાઓના 'મોદી મેજીક'ના અંતનો સંકેત છે. યુપીની ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકો માટે થયેલી પેટાચૂંટમીમાં સત્તારૂઢ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ગોરખપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટના પ્રવીણ નિષાદ અને ફૂલપુર બેઠક પરથી સપાના નાગેન્દ્રપ્રતાપ સિંહ પટેલે જીત મેળવી છે.

— Pinarayi Vijayan (@vijayanpinarayi) March 14, 2018

યુપીના પરિણામો બાદ વિજયને એક ટ્વિટમાં જણાવ્યું કે 'યુપીની પેટાચૂંટણીના પરિણામો ખોટા વચનો અને ખોટા દાવો પર બનાવવામાં આવેલા મોદી મેજીકના અંતનો સંકેત છે.' આ બાજુ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ પણ યુપી અને બિહારની પેટાચૂંટણીના પરિણામો બાદ તરત ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

મમતા બેનરજીએ કહ્યું હતું કે અંતની શરૂઆત થઈ ગઈ છે. તેમણે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને ટ્વિટર પર શુભેચ્છા પાઠવ્યાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બિહારમાં અરરિયા લોકસભા બેઠક અને જહાનાબાદ વિધાનસભા બેઠક પર પેટાચૂંટમીમાં જીત બદલ આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને પણ શુભેચ્છા પાઠવી.

— Mamata Banerjee (@MamataOfficial) March 14, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news