RKS ભદોરિયા બન્યા ભારતીય વાયુસેનાના પ્રમુખ, કહ્યું- રાફેલ ગેમ ચેન્જર સાબિત થશે
એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા (Rakesh Kumar Singh Bhadauria)એ સોમવારના ભારતીય વાયુસેના (IAF) પ્રમુખ તરીકે તેમનો કાર્યભાળ સંભાળી લીધો છે.
Trending Photos
નવી દિલ્હી: નવા એરફોર્સ ચીફ આરકેએસ ભાદોરિયા (RKS Bhadoria)એ કહ્યું કે વાયુસેના (Air Force) દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો ફરીથી બાલાકોટ જેવું ઓપરેશન કરવામાં આવશે. ભદોરિયાએ કહ્યું કે રફાલ (rafale) એરફોર્સ માટે ગેમ ચેન્જર સાબિત થશે અને તેની સાથે, આપણી તાકાત વધુ વધશે.
ઉલ્લેખનિય છે કે, એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા (Rakesh Kumar Singh Bhadauria)એ સોમવારના ભારતીય વાયુસેના (IAF) પ્રમુખ તરીકે તેમનો કાર્યભાળ સંભાળી લીધો છે. એયરચીફ માર્શલ બીએસ ધનોઆ (BS Dhanoa)એ તેમનો કાર્યકાભળના અંતિમ દિવસે તેમને ભારતીય વાયુસેનાની કમાન સોંપી છે.
રિટાયમેન્ટથી પહેલા ઘનોઆ નેશનલ વોર મેમોરિયલ ગયા અને શ્રદ્ધાંજલિ અર્પિણ કરી છે. ધનોઆનો કાર્યકાળ પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત આતંકી કેમ્પ પર ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક માટે જાણવામાં આવશે. તમને જણાવી દઇએ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી હતી.
તેજસની પ્રારંભિક ઉડાનમાં સામેલ રહ્યાં ભદોરિયા
એર માર્શલ ભાદોરીયા લાઇટ લડાકુ વિમાન (એલસીએ) તેજસની પ્રારંભિક નમૂનાની ફ્લાઇટ્સમાં મોટા પ્રમાણમાં સામેલ થઈ છે અને 26 જુદા-જુદા ફાઇટર અને કાર્ગોઅર વિમાનમાં 4,250 કલાક ઉડાન ભરી છે.
તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીનો વિદ્યાર્થી હતા, જ્યાં આખા મેરીટ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવવા માટે બહુ ઇચ્છિત સન્માન 'સ્વોર્ડ ઓફ ઓનર' એનાયત કરવામાં આવ્યો હતો, તેમણે જૂન 1980માં તેમને આઈએએફ ફાઇટર સ્ટ્રીમ કમિશન પ્રાપ્ત કર્યું હતું.
વિવિધ એરફોર્સ વિમાનોમાં તેમની નિપુણતા ઉપરાંત ભાદોરિયા એક એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલોટ, કેટ 'એ' ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને પાઇલટ એટેક ઇન્સ્ટ્રક્ટર પણ છે.
ત્યારબાદ વાયુ સેનામાં જુદા જુદા મુખ્ય પદો પર તેઓ જવાબદારી સંભાલી ચુક્યા છે. જેમાં જગુઆર સ્ક્વોડ્રોન અને અગ્રણી એરફોર્સ સ્ટેશનની આગેવાની સાથે સાથે એરક્રાફ્ટ અને સિસ્ટમ્સ પરીક્ષણ કેન્દ્રમાં ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રોનની કમાન સંભાલી ચુક્યા છે. ચીફ ટેસ્ટ પાયલોટ અને એલસીએ પ્રોજેક્ટના નેશનલ ઉડાન પરીક્ષણ કેન્દ્રના પ્રોજેક્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે.
આ પણ વાંચો:- કોંગ્રેસે રાધનપુર-ખેરાલુ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ અહીં કોણ લડશે ભાજપ સામે ચૂંટણી
ભાદોરિયાએ રશિયામાં એર એટેચ તરીકે પણ કામ કર્યું છે. તે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીના કમાન્ડન્ટ, સેન્ટ્રલ એર કમાન્ડના સિનિયર એર સ્ટાફ ઓફિસર, ડેપ્યુટી ચીફ ઓફ ધી એર સ્ટાફ અને ત્યારબાદ દક્ષિણ એર કમાનના કમાન્ડિંગ એરફોર્સ ઓફિસર રહી ચૂક્યા છે.
ભાદોરિયા આ વર્ષે 1 મેના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફનું પદ સંભાળતા પહેલા બેંગ્લોરમાં ચીફ ટ્રેનિંગ કમાન્ડના વડા હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે