આવતી કાલથી શરૂ થશે ડોમેસ્ટિક વિમાન સેવા, મહારાષ્ટ્ર સહિત આ 3 રાજ્યોનો વિરોધ
Trending Photos
નવી દિલ્હી: સોમવારથી સમગ્ર દેસમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થઈ રહી છે. જો કે, કેટલાક બિન ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેનો વિરોધ કર્યો છે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ કરવાના પોતપોતાના તર્ક છે. એવામં આ રાજ્યોમાં લોકોને વિમાન સેવા શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.
આ રાજ્યોમાં નહીં શરૂ થયા વિમાન સેવાઓ
હાલ મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં વિમાન સેવા શરૂ કરવામાં આવશે નહીં. આ રાજ્યોમાં વિમાન સેવા શરૂ ન કરવાની સૂચના કેન્દ્રમાં મોકલવામાં આવી છે. પશ્ચિમ બંગાળને સુપર સાયક્લોન અમ્ફાન સૌથી મોટું કારણ જણાવતા વિમાન સેવા શરૂ કરવાની ના પાડી છે.
મહારાષ્ટ્રમાં મુંબઇ, પુણે રેડ ઝોન શહેર
મહારાષ્ટ્ર સરાકરનું તર્ક છે કે, તેમના બે મુખ્ય શહેર મુંબઇ તેમજ પુણે રેડ ઝોનમાં છે. અહીં પણ કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમિત લોકો છે. એવામાં શહેરમાં ટ્રાફિક અને લોકોના આવ-જા પર સંપૂર્ણ પ્રતિબંધ છે જેના કારણથી અત્યારે વિંમાન સેવા શરૂ કરી શકતા નથી.
પશ્ચિમ બંગાળમાં તોફાનથી વિનાશ
મમતા બેનર્જી સરકારે કહ્યું કે, સાયક્લોન અમ્ફાનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં મોટું નુકસાન થયું છે. એવામાં હાલ રાજ્યના કેટલાક ભાગમાં સરકાર નુકસાનનું આકલન અને પુનર્વાસમાં લોકોની મદદ કરી રહ્યું છે. એામાં વિમાન યાત્રાને 30 મે બાદ શરૂ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે