મહારાષ્ટ્રમાં ખુલશે ધાર્મિક સ્થળ, જો કે મંદિરોમાં જતા પહેલા પાળવા પડશે આ કડક નિયમ
Trending Photos
મુંબઇ : કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવા માટેની તૈયારી કરી લીધી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં સોમવારે તમામ ધાર્મિક સ્થળો ફરી એકવાર ખોલવામાં આવશે. આ દરમિયાન કોરોના અંગેના તમામ નિયમો અને કાયદાઓનું કડકાઇથી પાલન કરવું પડશે. આ ઉપરાંત માસ્ક લગાવવો ફરજીયાત રહેશે.
શરીરમાં ફીટ કરાયેલા ફિસ્યુલાના રણકાર માટે ધનેશ કહેતો કે “આ તો મારો પર્સનલ મોબાઇલ છે જે અંદર વાગે છે”
8 ઓક્ટોબર રવિવારે બપોરે રાજ્યને સંબોધિત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, લોકો પુછે છે કે, મંદિર ફરીથી ક્યારે ખુલશે ? હા ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે, પરંતુ એકવાર દિવાળી પસાર થઇ જવા દો. અમે આ સંદર્ભે માનક સંચાલન પ્રક્રિયાઓ (એસઓપી)નું નિર્માણ કરીશું. તેમણે કહ્યું કે, અમે તમામ જરૂરિ પગલાઓ ઉઠાવતા દિવાળી બાદ ફરીથી મંદિર ખોલવા અંગે વિચારી રહ્યા છીએ.
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, હોળીથી આપણે શરૂઆત કરી, હવે જુઓ દિવાળી આવી ચુકી છે. દિવાળીનાં પ્રકાશની જેમ આપણા જીવનમાં પણ ખુબ જ સારી વસ્તુઓ આવે. તેમણે કહ્યું કે, હોળીથી જ આપણે તમામ તહેવારોને સાવધાની સાથે મનાવ્યા. ગત્ત 9 મહિનાઓમાં તમે ખુબ જ સારો સહકાર આપ્યો. જેના માટે હું તમામનો આભારી છું.હવે આપણે બધા થોડા થોડા તણાવ મુક્ત થયા છીએ. પરંકુ કોવિડનું બીજુ વેવ ન આવે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે, આપણે ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારીથી બચાવને ધ્યાને રાખીને ગત્ત 9 મહિનાથી બંધ મંદિરના કપાટને પરત ખોલાવવા મુદ્દે મહારાષ્ટ્રમાં વિરોધ સતત વધી રહ્યો છે. જનતાથી માંડીને આમ આદમી સુધી દરેક વ્યક્તિ મહારાષ્ટ્ર સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા હતા. ઝડપથી મંદિરો ખોલવા માટેની માંગ કરી રહ્યા હતા. અનેક હિંદુ સંગઠનો ગત્ત થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળો પર આંદોલન પણ કરી રહ્યા હતા. જો કે રવિવારે મુખ્યમંત્રીના આ નિવેદન બાદ મંદિરની રાજનીતિ પર વિરામ લાગી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે