VIDEO: મંદસૌરની ઘટનાને લઈને અમર સિંહનો બચ્ચન પરિવાર પર હુમલો

મંદસૌરની ઘટનાને લઈને અમર સિંહે એક વીડિયો મેસેજ જારી કર્યો છે, જેમાં તેમણે જયા બચ્ચનને આગળ આવીને વિરોધ કરવાની અપીલ કરી છે. 

 

VIDEO: મંદસૌરની ઘટનાને લઈને અમર સિંહનો બચ્ચન પરિવાર પર હુમલો

લખનઉઃ મંદસૌરની ઘટનાથી દેશભરના લોકોને ગુસ્સો છે. રાજનીતિ પોતાના ચરમ પર છે. આ ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના સાંસદ અમર સિંહે બચ્ચન પરિવાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો તો જયા બચ્ચને સંસદમાં આંસુ વહાવ્યા હતા. પરંતુ મંદસૌરની ઘટના પર ચુપ છે. મંદસૌરની ઘટનાને લઈને બોલીવુડ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી. અમરસિંહે પોતાના ટ્વીટર પર એક વીડિય મેસેજ જારી કર્યો છે. જેમાં તેમણે આ વાત કરી છે. અમરસિંહે આ ટ્વીટને અમિતાભ બચ્ચનને પણ ટેગ કર્યું છે. એક સમય હતો જ્યારે અમરસિંહ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પરિવારના ખૂબ નજીક હતા. 

અમર સિંહે કહ્યું કે માત્ર પ્રચાર માટે રોવું સારી વાત નથી. વીડિયો મેસેજમાં પેમણે કહ્યું કે, જયા બચ્ચનજી મંદસૌરતો તમારુ પિયર છે. ત્યાં તમે બાળપણ વિતાવ્યું છે. અભ્યાસ કર્યો છે. તેથી આ તમારી જવાબદારી બને છે કે તમે આ ઘટના વિશે બોલો અને લોકોને બોલાવો. આગળ તેઓ કહે છે, અમિતાભ બચ્ચનને કહો તે બિગ બી છે. તમારી વહુ એક આંતરરાષ્ટ્રીય સેલીબ્રિટી છે. તેમને બોલવાનું કહો. ત્યારે માહોલ બનશે. 

— Amar Singh MP (@AmarSinghTweets) July 2, 2018

અમર સિંહે કહ્યું, નિર્ભયા કાંડ બાદ મોટી સંખ્યામાં સામાજીક કાર્યકર્તા મીણબતિઓ લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ કાયદામાં આમૂલ ફેરફાર થયા. આ ફેરફાર તે પ્રમાણે થયા કે જો કોઈની સાથે 20-30 વર્ષ પહેલા કંઈ થયું હોય તો તેને પણ બળાત્કારની સંજ્ઞા આપવામાં આવી. ફિલ્મ એક્ટર જિતેન્દ્ર વિરુદ્ધ કોઈએ બળાત્કારનો કેસ દાખલ કરી દીધો. આપણા દેશમાં પણ મી ટૂ કેમ્પેઈન ચાલ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news