દાહોદમાં 1.74 લાખની નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

SOG પોલીસે બાતમીના આધારે 1 લાખ 74 હજાર 900ની નક્લી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

દાહોદમાં 1.74 લાખની નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

દાહોદઃ SOG પોલીસે બાતમીના આધારે 1 લાખ 74 હજાર 900ની નક્લી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અમદાવાદના જીગ્નેશકુમાર રમણલાલ પટેલ અને જુબિન રમેશ ભાઈ પટેલ તેમજ ગાંધીનગરના દેવેન્દ્ર તેજાભાઈ પરમારની અટકાયત કરવામાં આવી. SOG પોલીસે 2 હજારની દરતી 65 નોટ, 500ના દરની 71, 200ની દરની 47 નોટો એક સરખી સીરીઝ વાળી જપ્ત કરી છે. SOG પોલીસે બાતમીના આધારે દાહોદના સંજેલી તાલુકાના ઇચાડી ગામમાંથી એક કારમાંથી આ નકલી નોટો કબ્જે કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ મહારાષ્ટ્રમાંથી નકલી નોટો લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું તથા આ તમામ નકલી નોટો દાહોદના ઢાળસીમળ ગામે એકના ડબલ કરવા માટે લાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. હાલ પોલીસે નકલી નોટો, કાર તેમજ મોબાઈલ સહિત 5,07,000 નો મુદ્દામાલ કબ્જે કરી આ સમગ્ર પ્રકરણમાં કોની કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news