અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીએ સમય પહેલા લીધો 'અવતાર', ઘરે બેઠા કરો સૌ પ્રથમ દર્શન

અમરનાથ યાત્રા: બાબા બર્ફાનીએ આ વખતે સમય કરતાં પહેલા અવતાર લીધો છે. ગત સપ્તાહે અમરનાથ યાત્રાએ આવેલા એક સમુહે બાબા બર્ફાનીની આ તસ્વીર શેયર કરી છે અને દાવો કર્યો છે કે આ ફોટા બાબા બર્ફાનીની ગુફામાં જઇને લેવામાં આવ્યો છે. આવો, સૌથી પહેલા કરો બાબા અમરનાથના દર્શન..

અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીએ સમય પહેલા લીધો 'અવતાર', ઘરે બેઠા કરો સૌ પ્રથમ દર્શન

નવી દિલ્હી: ભોલેનાથ બાબાના હજારો લાખો શ્રધ્ધાળુઓ દર વર્ષે બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા ક્યારે શરૂ થાય એની ચાતક નજરે રાહ જોતા હોય છે. જોકે આ વર્ષે યાત્રા શરૂ થવામાં હજુ બે મહિના જેટલો સમય બાકી છે પરતુ બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર સામે આવી છે. અમરનાથ યાત્રા શરૂ થાય એ પહેલા જ અમે તમને બાબા બર્ફાનીના દર્શન કરાવી રહ્યા છે અને એ પણ ઘરે બેસીને. બાબા બર્ફાનીએ આ વખતે સમય કરતાં પહેલા અવતાર લીધો છે અને અમરનાથ યાત્રા શરૂ થાય એ પહેલા કેટલાક યાત્રીઓ અમરનાથ ગુફા જઇને બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર લીધી છે. નામ ન બતાવવાની શરતે આ શિવ ભક્તે કહ્યું કે, આ વખતે શિવ લિંગનો આકાર ઘણો મોટો છે. 2019ની અમરનાથ યાત્રા 1લી જુલાઇથી શરૂ થનાર છે. 

બાબા અમરનાથના આ ફોટો શિવ ભક્તો દ્વારા કેટલાક દિવસો પહેલા જ લેવામાં આવ્યા છે. આ યાત્રીઓનો દાવો છે કે આ તમામ ફોટા બાબા બર્ફાનીની ગુફામાં જઇને લેવામાં આવ્યા છે. સુત્રોના અનુસાર 20 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન 8 લોકોનો એક સમુહ અમરનાથ આવ્યો હતો. આ સમુહે ગુફામાં જઇને ભગવાન શિવના દર્શન કર્યા હતા. આ સમુહે જ આ તમામ ફોટા લીધા છે. સમુહના સભ્યોએ જાણકારી આપતાં કહ્યું કે, મુખ્ય રસ્તાથી ગુફા તરફ જવાના રસ્તે હાલમાં 10થી 15 ફૂટ જેટલો બરફ છે. 

તેમણે જણાવ્યું કે, હાલમાં અહીંનું વાતાવરણ ઘણું ઠંડું છે. અહીં નોંધનિય છે કે અમરનાથ યાત્રાની જવાબદારી શ્રાઇન બોર્ડની હોય છે અને એનું સંચાલન પણ આ બોર્ડ દ્વારા જ કરવામાં આવે છે. શ્રાઇન બોર્ડ તરફથી હજુ સુધી કોઇ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી કે બોર્ડ દ્વારા ગુફાનું હવાઇ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ ગ્રુપ પ્રથમ છે કે જે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુફાના દર્શને આવ્યું હતુ અને તસ્વીર શેયર કરી છે.

દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news