ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે ભારતે પશ્વિમ મોરચે તૈનાત કર્યા સ્વદેશી લડાકૂ વિમાન તેજસ

સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામની દ્રષ્ટિએ વાયુસેનાએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ચીન સાથે પૂર્વી લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંને મોર્ચે હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી લડાકુ વિમાન તેજસને પાકિસ્તાનની સીમાથી જોડાયેલા વેસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. 

ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે ભારતે પશ્વિમ મોરચે તૈનાત કર્યા સ્વદેશી લડાકૂ વિમાન તેજસ

હિતેન વિઠલાણી, નવી દિલ્હી: સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામની દ્રષ્ટિએ વાયુસેનાએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ચીન સાથે પૂર્વી લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંને મોર્ચે હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી લડાકુ વિમાન તેજસને પાકિસ્તાનની સીમાથી જોડાયેલા વેસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.  સરકારી સૂત્રોએ જણાવ્યું કે એલસીએ (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ) તેજસને ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદ નજીક પશ્ચિમ મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દુશ્મનની તમામ હરકતી કાર્યવાહીનો ત્યાંથી જવાબ આપી શકાય. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી સ્વદેશી તેજસ વિમાનની પ્રશંસા કરી હતી. પીએમએ તેમના ભાષણમાં કહ્યું હતું કે એલસીએ માર્ક -1 એ સંસ્કરણ ખરીદવાનો સોદો ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. એલસીએ તેજસનો પ્રથમ સ્કવોડ્રોન ફ્લાઈંગ ડ્રેગન નામ થી ઓળખાનારા 45મા સ્કવોડ્રોન સદર્ન એયર કમાન્ડ મુજબ સુલુર સ્થિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશનલ રોલ માટે તેજસને ત્યાં પોસ્ટ કરાઈ છે. 

એક તરફ, તેજસ લડાકુ વિમાનનું પહેલું સ્ક્વોડ્રોન પ્રારંભિક ઓપરેશનલ ક્લિયરન્સ વર્ઝનનું છે, તો બીજી બાજુ, બીજો સ્ક્વોડ્રોન (18 સ્ક્વોડ્રન) 'ફ્લાઇંગ બુલેટ'ના અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ વર્ઝનનું છે. આ સ્કવોડ્રોનના એર ફોર્સના ચીફ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ 27 મે એ સુલુર એરબેઝ પર કામગીરી શરૂ કરી હતી. તો ચીને ભારતમાં આવેલ રાફેલને ટક્કર આપવા લદાખ પાસે જે20 ફાઈટર જેટ તૈનાત કર્યા. 

એવી અપેક્ષા છે કે વાયુ સેના અને સંરક્ષણ મંત્રાલય આ વર્ષના અંત સુધીમાં 83 માર્ક -1 એ વિમાનના સોદાને અંતિમ સ્વરૂપ આપશે. સરહદ પર ચીનના આક્રમણ વચ્ચે, વાયુસેનાએ ચીન તેમજ પાકિસ્તાન સરહદે તેના લડાકુ વિમાનોની તૈનાતી વધારી દીધી છે. વાયુસેના એ સીમા નજદીક સ્થિત એયરબેઝ ને પશ્ચિમી અને ઉત્તરીય મોરચા ની સ્થિતિ પર નજર રાખવા માટે સંપૂર્ણ સજજ કર્યા છે. આ હવાઇ મથકો પરથી, ફાઇટર એરક્રાફ્ટ છેલ્લા કેટલાક દિવસોથી, રાત હોય કે દિવસ આકાશમાં ઉડતા જોઇ શકાય છે.

ચીન સાથે સીમા પર વધેલો તણાવ સંપૂર્ણ રીતે શાંત થયો હોય તેવું તો કહેવું અશક્ય છે. કારણકે સીમા પર સેના ની સાથે વાયુસેના ની વધતી હલચલ બતાવે છે કે ભારત સરકાર ભલે ચીન ને કૂટનીતિ રૂપે પાછળ ધકેલવામાં સક્ષમ સાબિત થઈ હોય પણ ચીન સાથે ચાલી રહેલો તણાવ નો અંત પુરી રીતે હજુ આવ્યો નથી. કારણ કે ચીન હંમેશા પોતાના ડબલ વ્યવહાર માટે જાણીતું છે જેથી ભારત સરકારે પણ ભારતીય સીમા ને સુરક્ષિત રાખવા તમામ મહત્વપુર્ણ નિર્ણય લઈ રહી છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news