ICC ટેસ્ટ રેન્કિંગઃ કેપ્ટન કોહલી બીજા સ્થાને યથાવત, બુમરાહને નુકસાન


કોહલી 889 પોઈન્ટની સાથે બીજા સ્થાને યથાવત છે, જ્યારે ચેતેશ્વર પૂજારા (766) અને અંજ્કિય રહાણે (726) પણ બેટ્સમેનોના રેન્કિંગમાં ક્રમશઃ આઠમાં અને 10મા સ્થાને છે. 

ICC ટેસ્ટ રેન્કિંગઃ કેપ્ટન કોહલી બીજા સ્થાને યથાવત, બુમરાહને નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ જારી કરેલા તાજા રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને યથાવત છે, જેમાં ટોપ-10મા બે અન્ય ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. મંગળવારે જારી રેન્કિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નવમાં સ્થાને ખસી ગયો છે. 

કોહલી 889 પોઈન્ટની સાથે બીજા સ્થાને યથાવત છે, જ્યારે ચેતેશ્વર પૂજારા (766) અને અંજ્કિય રહાણે (726) પણ બેટ્સમેનોના રેન્કિંગમાં ક્રમશઃ આઠમાં અને 10મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. 

બુમરાહ બોલરોના રેન્કિંગમાં એક સ્થાનના નુકસાનથી નવમાં સ્થાને ખસી ગયો, જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને યથાવત છે. 

સાઉથેમ્પ્ટનમાં ડ્રો ટેસ્ટ બાદ પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમે કરિયરની સર્વશ્રેષ્ઠ પાંચમી રેન્કિંગ પર વાપસી કરી, જ્યારે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની અનુભવી બોલિંગ જોડીને પણ ફાયદો થયો છે. 

ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ, અન્ય ત્રણ ખેલાડી પણ સામેલ

ફેબ્રુઆરીમાં કરિયરની સર્વશ્રેષ્ઠ પાંચમી રેન્કિંગ હાસિલ કરનાર બાબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં 47 રનની ઈનિંગની મદદથી એકવાર ફરી આ રેન્કિંગ હાસિલ કરી છે. સાઉથેમ્પ્ટનમાં અડધી સદી ફટકારનાર પાકિસ્તાનના આબિદ અલી (49) અને મોહમ્મદ રિઝવાન (75)એ પણ કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાસિલ કરી છે. 

બ્રોડ બીજી ટેસ્ટમાં 56 રન આપીને ચાર વિકેટ ઝડપ્યા બાદ એક સ્થાનના ફાયદાથી બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે 60 રન આપીને ત્રણ વિકેટ ઝડપનાર એન્ડરસન બે સ્થાનના ફાયદાથી 14મા સ્થાન પર છે. 

ઈંગ્લેન્ડની ઈનિંગમાં 28 રન આપીને બે વિકેટ ઝડપનાર પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ બે સ્થાનના ફાયદાથી આઠમાં સ્થાન પર છે. બેટ્સમેનોની યાદીમાં ઈંગ્લેન્ડનો જૈક ક્રાઉલી 53 રનની ઈનિંગમાં બાદ કરિયરના સર્વશ્રેષ્ઠ 81મા સ્થાન પર છે. 

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને કેપ્ટન જો રૂટે પોતાનું ક્રમશઃ સાતમું અને નવું સ્થાન યથાવત રાખ્યું છે. આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ભારત 360 પોઈન્ટની સાથે ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા (296) પોઈન્ટ સાથે બીજા અને ઈંગ્લેન્ડ (279) પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાન 153 પોઈન્ટની સાથે પાંચમાં સ્થાને અને ન્યૂઝીલેન્ડ (180) ચોથા સ્થાન પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news