Ayodhya Verdict પર શુ બોલ્યા પીએમ મોદી અને તેમના ચાણક્ય, જાણો

અયોધ્યા વિવાદ (ayodhya verdict) પર સુપ્રિમ કોર્ટે (supreme court) પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે વિવાદિત જગ્યાને રામ જન્મસ્થળ બતાવ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અન્ય સ્થળે વૈકલ્પિક જમીન આપવામાં આવે. આ વચ્ચે કોંગ્રેસે પણ જજમેન્ટનું સ્વાગત કર્યું હતું. ત્યારે ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શું કહ્યું તે જાણીએ...
Ayodhya Verdict પર શુ બોલ્યા પીએમ મોદી અને તેમના ચાણક્ય, જાણો

અમદાવાદ :અયોધ્યા વિવાદ (ayodhya verdict) પર સુપ્રિમ કોર્ટે (supreme court) પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે વિવાદિત જગ્યાને રામ જન્મસ્થળ બતાવ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અન્ય સ્થળે વૈકલ્પિક જમીન આપવામાં આવે. આ વચ્ચે કોંગ્રેસે પણ જજમેન્ટનું સ્વાગત કર્યું હતું. ત્યારે ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શું કહ્યું તે જાણીએ...

પીએમ મોદીનું રિએક્શન...
જજમેન્ટ બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશના સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણયને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવું જોઈએ. રામભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય આપણા તમામ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે, શાંતિ, સદભાવ અને એકતા બનાવી રાખે. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય અનેક કારણોથી મહત્વનો છે. તે બતાવે છે કે, કોઈ વિવાદને દૂર કરવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું જરૂરી છે. દરેક પક્ષને પોતપોતાની દલીલ રાખવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી. ન્યાયના મંદિરમાં દાયકોઓ જૂના મામલાને સૌહાર્દપૂર્ણ રીતથી સમાધાન કરાયું. આ નિર્ણય કાયદાકીય પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે. 

हमारे देश की हजारों साल पुरानी भाईचारे की भावना के अनुरूप हम 130 करोड़ भारतीयों को शांति और संयम का परिचय देना है।

भारत के शांतिपूर्ण सह-अस्तित्व की अंतर्निहित भावना का परिचय देना है।

— Narendra Modi (@narendramodi) November 9, 2019

અમિત શાહે શું કહ્યું....
બીજેપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં દાયકાઓથી ચાલતા રામ જન્મભૂમિના વિવાદને આજે અંતિમ રૂપ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનું હું સ્વાગત કરું છું. હું તમામ સમુદાય અને ધર્મના લોકોને અપીલ કરું છું કે, આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સૌહાર્દપૂર્ણ એક ભારત, શ્રેષ્ઠ ભારતના આપણા સંકલ્પ માટે કટિબદ્ધ રહીએ. 

Amit Shah says Supreme court verdict has finalized the legal dispute of Shri Ram Janmabhoomi today

અમિત શાહે એમ પણ કહ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે સર્વોચ્ચ ન્યાયાલ દ્વારા આપવામાં આવેલ આ ઐતિહાસિક નિર્ણય મીલનો પત્થર સાબિત થશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિની તરફ બળ પ્રદાન કરશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news