અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જ ભાજપનો સંકલ્પ, વિપક્ષ અડચણ ન ઊભી કરે: અમિત શાહ
આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામનું અભિયાન શરૂ કર્યું છે. તેના દ્વારા ભાજપ દેશભરના લોકો સાથે વાતચીત કરીને ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર જારી કરશે.
Trending Photos
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામનું અભિયાન શરૂ કર્યું છે. તેના દ્વારા ભાજપ દેશભરના લોકો સાથે વાતચીત કરીને ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર જારી કરશે. અભિયાનની શરૂઆત કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ અભિયાન સંકલ્પ પત્રના લોકતાંત્રિકરણનો અનોખો પ્રયોગ છે. દેશના 10 કરોડ પરિવાર કેવો દેશ ઈચ્છે છે તે તેમના અભિપ્રાયથી જાણી શકાશે. અભિયાન શરૂ કર્યા બાદ શાહે મીડિયા સાથે વાત કરી અને આ દરમિયાન એક સવાલના જવાબ તેમણે રામ મંદિર વિશે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જ ભાજપનો સંકલ્પ છે. અમે આ સંકલ્પ સાથે દ્રઢતાથી ઊભા છીએ. તેમણે કહ્યું કે જે સંતોનો સંકલ્પ છે તે ભાજપનો પણ સંકલ્પ છે.
શું કહ્યું અમિત શાહે રામ મંદિર વિશે?
અમિત શાહે એમ પણ કહ્યું કે વિપક્ષ અયોધ્યા વિવાદ પર કોર્ટમાં અડચણો ન લાવે. રામ મંદિરનું ભવ્ય નિર્માણ થવું જોઈએ. તેમણે કહ્યું કે રામ મંદિર પર તમામ વિપક્ષી દળો પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર જ ભાજપનો સંકલ્પ છે. અમે આ સંકલ્પ સાથે દ્રઢતાથી ઊભા છીએ. સાધુ સંતોનો જે સંકલ્પ છે તે જ ભાજપનો પણ સંકલ્પ છે.
ભારત કે મન કી બાત-મોદી કે સાથ અભિયાન
આ અભિયાન શરૂ કરતા અમિત શાહે કહ્યું કે વર્ષ 2014 અગાઉ દેશમાં જે અંદરની સ્થિતિ હતી તે દેશના લોકતંત્રમાં લોકોની આસ્થા ડગમગાવનારી હતી. 2014 અગાઉ 30 વર્ષ સુધી દેશની સમસ્યાઓના સમાધાન માટે દૂરંદર્શી સોચ સાથે નક્કર પગલાં લેવાયા નથી. 2014 અગાઉ ચૂંટણી જીતવા માટે ફક્ત ખોટા વાયદા કરવામાં આવ્યાં.
તેમણે કહ્યું કે દેશ ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે. આગામી 5 વર્ષ દેશનું ભવિષ્ય નક્કી કરશે. 2014માં 30 વર્ષ બાદ દેશની જનતાએ મોદીજીના નેતૃત્વવાળી પૂર્ણ બહુમત સરકાર બનાવી. નરેન્દ્ર મોદી સરકારે દેશની સ્થિતિને બદલી છે. વડાપ્રધાનજીની દૂરંદર્શ નીતિઓના કારણે દેશમાં દીર્ઘકાલિક વિકાસનો પાયો રખાયો છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં ખુબ અંતર છે.
અમારી પાર્ટીએ લોકતંત્ર મજબુત કર્યું
અમિત શાહે કહ્યું કે અમારી પાર્ટીએ લોકતંત્ર મજબુત કર્યું. જે પાર્ટીનું આતંરિક લોકતંત્ર મજબુત હોય તે જ દેશનો વિકાસ કરી શકે છે. અમે વિચારધારાના આધારે ચાલનારી પાર્ટી છીએ. 2019માં ભાજપ અને અમારા સહયોગી પક્ષ દેશની જનતા સામે ફરીથી સહયોગ માંગવા જઈ રહ્યાં છે.
ભાજપના અધ્યક્ષે કહ્યું કે ભારત કે મન કી બાત-મોદી કે સાથ કાર્યક્રમ ભાજપનો નથી પરંતુ સમગ્ર દેશનો છે. આ કાર્યક્રમ દેશને સુરક્ષિત કરવા માટે, ગરીબનું જીવસ્તર ઊંચુ લાવવા માટે છે. આ કાર્યક્રમ નવું ભારત બનાવવા માટે છે. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે જનભાગીદારીથી જ લોકતંત્રને મજબુતાઈ મળી શકે છે. દેશમાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષ પોતાનું સંકલ્પ પત્ર બનાવવા માટે આટલા મોટા પાયે જનસંપર્ક કરવા જઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે