Farmers Protest: પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અમિત શાહે કરી અપીલ, કહી આ વાત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ની અંદર અને તેને અડીને આવેલી સીમા પર 3 કૃષિ કાયદા (Farm Bill 2020)ના વિરોધમાં ખેડૂતો (Farmers Protest) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) અપીલ કરી છે .

Farmers Protest: પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અમિત શાહે કરી અપીલ, કહી આ વાત

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ની અંદર અને તેને અડીને આવેલી સીમા પર 3 કૃષિ કાયદા (Farm Bill 2020)ના વિરોધમાં ખેડૂતો (Farmers Protest) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) અપીલ કરી છે . તેમણે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂટોની દરેક સમસ્યા અને માંગને સાંભળવા માટે સરકાર તૈયાર છે. તેમણે કૃષિ મંત્રી દ્વારા 3 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવા માટે મોકલેલા આમંત્રણની વાત પણ પુનરાવર્તિત કરી. 

ગૃહમંત્રીએ કહ્યું કે 'પંજાબની સીમાને લઇને દિલ્હી-હરિયાણા બોર્ડર પર રોડ પર અલગ-અલગ ખેડૂત યૂનિયનની અપીલ બાદ આજે જે ખેડૂત ભાઇ પોતાના આંદોલન કરી રહ્યા છે, તે બધાને હું કહેવા માંગુ છું કે ભારત સરકાર તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે તમારી તમામ સમસ્યાઓ અને માંગને સાંભળીશું અને તેના પર વિચાર કરીશું. 

— ANI_HindiNews (@AHindinews) November 28, 2020

તમને જણાવી દઇએ કે 26 નવેમ્બરના રોજ પંજાબ અને હરિયાણાના લાખો ખેડૂતો ટ્રેકટર, ટ્રેલર, ગાડી , કાર વગેરે દ્વારા 'દિલ્હી ચલો' અભિયાન હેઠળ નિકળ્યા છે. તેના લીધે દિલ્હી, એનસીઆરને અડીને આવેલી ઘણી સીમાઓ બંધ છે. આ ખેડૂત દિલ્હીમાં રામલીલા મેદાન અથવા જંતર-મંતર પર જઇને ધરણા પર બેસવા માંગે છે. ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી રહ્યા છે. આ દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે હાથાપાઇ પણ થઇ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news