ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો નિકોબાર દ્વીપ, 5.0ની તિવ્રતા નોંધાઇ

બંગાળની ખાડીમાં નિકોબાર દ્વીપ સમૂહમાં ગુરૂવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુસાર મધરાત્રે 12:01 વાગે આ ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 5 રિક્ટર નોંધાઇ છે. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિના સમાચાર નથી. 

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 15, 2019, 08:31 AM IST
ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો નિકોબાર દ્વીપ, 5.0ની તિવ્રતા નોંધાઇ

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં નિકોબાર દ્વીપ સમૂહમાં ગુરૂવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુસાર મધરાત્રે 12:01 વાગે આ ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 5 રિક્ટર નોંધાઇ છે. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિના સમાચાર નથી. 

આ ઉપરાંત 7.2 ની તીવ્રતાના ભૂકંપે ગુરૂવારે ઇંડોનેશિયામાં મોલુક્કા સમુદ્વ ક્ષેત્રને ડોલાવ્યો હતો. મોલુક્કા પાસે સમુદ્વમાં શક્તિશાળી ભૂકંપા આવ્યા બાદ અધિકારીઓએ ગુરૂવારે સુનામીની ચેતાવણી જાહેર કરી છે, જેથી ગભરાયેલા દ્વીપવાસીઓ ઉંચાઇવાળા ભાગ તરફ જઇ રહ્યા છે.