બાળદિવસ : નરાધમ પિતાએ 6 વર્ષની માસુમ દિકરીને જ હવસનો શિકાર બનાવી

વાસંદા તાલુકામાં પિતા-પુત્રીના સંબંધને શરમજનક સ્થિતીમાં મુકે તેવી સ્થિતી પેદા થઇ છે

Updated: Nov 15, 2019, 12:12 AM IST
બાળદિવસ : નરાધમ પિતાએ 6 વર્ષની માસુમ દિકરીને જ હવસનો શિકાર બનાવી

અમદાવાદ : વાસંદા તાલુકામાં પિતા-પુત્રીના સંબંધને શરમજનક સ્થિતીમાં મુકે તેવી સ્થિતી પેદા થઇ છે. વાસંદા તાલુકામાં બાલ દિવસે જ પિતા-પુત્રીના સંબંધને શરમજનક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પિતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. એક નહી પરંતુ ત્રણ - ત્રણ વાર બાળકીને પીંખી હતી.આ ઘટનાની જાણ થતા પત્નીએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બાળકી અને માતાને માર મારીને મારી નાખવાની ધમકી આપતો હોવાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

સૌરાષ્ટ્ર-કચ્છ 1-3 ઇંચ જેટલો તોફાની વરસાદ, ખાવડામાં 2 ઇંચ તોફાની વરસાદ

કચ્છ : લખપતમાં ખેતમજુર પર વિજળી પડતા ઘટના સ્થળે જ મોત

પોતાનું કુકર્મ બહાર ન આવે તે માટે લંપટ પિતા બાળકી અને માતાને માર મારીને મારી નાખવાની ધમકી આપતો હતો. માતાની ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની કરી ધરપકડ કરી હતી. પોતાની જ પુત્રી પર 3-3 વખત દુષ્કર્મ કરનાર પિતાની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સમગ્ર વિસ્તારમાં આ ઘટના બહાર આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. લોકો નરાધમ પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.